વડોદરા શહેરને પાણી આપતા આજવા સરોવર ખાતે ચોમાસા પૂર્વે સત્યનારાયણદેવ ની કથા નું આયોજન કરવામાં આવ્યું અને આખું વર્ષ આખા વડોદરા શહેરને પૂરતું પાણી મળી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી...
વડોદરા શહેરને પાણી પુરવા માટે સયાજીરાવ ગાયકવાડ દ્વારા આજવા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી ત્યાંથી આખાય વડોદરા શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે હાલમાં પણ અડધા વડોદરા શહેરને ત્યાંથી પાણી મળી રહ્યું છે ત્યારે આખા વર્ષ દરમિયાન વડોદરા વાસીઓને સારી રીતે પાણી પુરવઠો મળી શકે તે માટે પ્રભુ પ્રાર્થના કરવા માટે સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું.
પ્રતિ વર્ષ આજના સરોવર ખાતે સત્યનારાયણ દેવની કથા યોજવામાં આવે છે તે મુજબ શુક્રવારે પણ કથા યોજાઇ હતી જેમાં વોટર વર્ક સમિતિના ચેરમેન, મેયર,સ્થાયી સમિતિના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રભુને પ્રાર્થના કરી હતી કે આ વર્ષે સારો વરસાદ થાય અને પાણીની અગવડતા ન પડે..
Reporter: News Plus