News Portal...

Breaking News :

કેન્સર સામે લડવા માટેની એક વેક્સિન રશિયાએ વિકસાવી લીધી,તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવાશે

2024-12-18 09:56:10
કેન્સર સામે લડવા માટેની એક વેક્સિન રશિયાએ વિકસાવી લીધી,તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવાશે


મોસ્કો : સમગ્ર વિશ્વના દેશો કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે ત્યારે આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યો છે 


જે સમગ્ર વિશ્વ માટે રાહતભર્યા સમાચાર મળી રહ્યા છે. રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની વેક્સિન તૈયાર કરી લીધી છે જે તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવાશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયની જાહેરાત રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે મોટી જાહેરાત કરી કે અમે કેન્સર સામે લડવા માટેની એક વેક્સિન વિકસાવી લીધી છે જે 2025 ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. 


રશિયન મીડિયા અનુસાર રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કેપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે વિગતવાર માહિતી આપી હતી.મોસ્કોમાં ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે અગાઉ ​જણાવ્યું હતું કે આ વેક્સિન કોઈપણ પ્રકારના ટ્યુમરને ડેવલપ થતાં અટકાવી દે છે જેથી કેન્સરને ફેલાતા અટકે છે. દેખીતી રીતે આ વેક્સિનનો ઉપયોગ કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવાને બદલે કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. આ વેક્સિન દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાશે.

Reporter: admin

Related Post