વડોદરા: ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં કાર ચોરી કરતી એક ટોળકીને પકડી પાડી હતી. પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓમાંથી એક શખ્સ પાસે ડોક્ટરની ડીગ્રી છે.
અત્યાર સુધીમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 140 થી વધુ ફરિયાદો દાખલ થઈ છે. પકડાયા ત્યાં સુધી ત્રણેય વડોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતા.વડોદરાના કારેલીબાગ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરોની ટોળકી વિરુદ્ધ કાર ચોરીની ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરુ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ ચોરાયેલી ઈકો કાર લઈને વડોદરા આવ્યો હતો.
પોલીસે છટકું ગોઠવીને હરીશ નામના આરોપીને પકડી પાડ્યો હતો.પકડાયેલા આરોપી હરીશની વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેના બે મિત્રો પણ વડોદરા આવ્યા હતા. માહિતીને આધારે પોલીસે અન્ય આરોપી અરવિંદ માન્યા અને તાહેર અનવર હુસૈનની ધરપકડ કરી હતી.
Reporter: admin