News Portal...

Breaking News :

કરજણમાં 920 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

2025-01-23 13:22:07
કરજણમાં 920 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ


વડોદરા : કરજણમાં એકટીવા ઉપર ગાંજાનો જથ્થો લઈને જતાં દરજી કામ કરતા એક શખ્સની જિલ્લા એસઓજીએ ધરપકડ કરી હતી. 

આ અંગેની વિગત એવી છે કે જિલ્લા એસઓજીના માણસો કરજણ નવાબજાર વિસ્તારમાં જૂની કોર્ટ પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એકટીવા પર જતા એક શખ્સ પર શંકા જવાથી તેને ઉભો રાખ્યો હતો અને તેનું નામ પૂછતા શકીલ ઈકબાલભાઈ મલેક (રહે.બ્રાહ્મણ ફળિયુ, કણભાગામ, તા. કરજણ) હોવાનું જણાવ્યું હતું. 

તેની પાસેની રાખોડી કલરની બેગમાં તપાસ કરતા અંદરથી એક કિલો 920 ગ્રામ નશાકારક ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે તેની ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી ગાંજો, એકટીવા, રોકડ, એક મોબાઇલ મળી કુલ 50,810 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Reporter: admin

Related Post