ચૈત્ર સુદ નવમી એટલે રામ નવમી પાવન પર્વ નિમિત્તે નિઃસહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા રામ નવમી પર અંધજનોને અનાજની કીટ, ભજન સંધ્યા સાથે અલ્પાહારનું આયોજન કરાયું હતું.

સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોતમ તથા સૌની અંદર સત્ય નિષ્ઠા જગાડનાર પ્રભુ રામના જન્મોત્સવ નિમિતે વડોદરા શહેર કેવડા બાગ ખાતે નિ સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા રામ નવમીના પવન પર્વ પર અંધજનો ને સહાય થાય તે હેતુ થી આજે 35 થી વધુ અનાજની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું

સાથે જ કેવડા બાગ ખાતે ભગવાન રામના ભજનો ગાયા હતા અને અંધજનો ને અલ્પાહાર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ નિ સહાય માનવ કલ્યાણ સંઘ ના ડો. સલીમ વ્હોરા દ્વારા તમામ શહેરી જનો ને રામ નવમી ની શુભેચ્છા પાઠવી હતી.






Reporter: admin