સામગ્રીમાં 250 ગ્રામ ભીંડા, 200 ગ્રામ ટામેટા, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, 1 ચમચી જીરું, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી હળદર, 50 ગ્રામ કોપરાનું છીણ, 1 વાડકી સમારેલી કોથમીર અને 1 ચમચી લાલ મરચું જરૂરી છે.
ભીંડાને સમારી તળી લેવા. હવે ગેસ પર કડાઈમાં તેલ મૂકી, જીરુંનો વઘાર કરવો. તેમાં બધા મસાલા ઉમેરી દેવા. તેમાં કોપરાનું છીણ, ટામેટા અને ભીંડા ઉમેરી બધું સાંતળી લેવું. ઉપરથી કોથમીર ભભરાવી દેવી.
Reporter: admin