એકતા નગર : ગુજરાતની જીવાદોરી એટલે સરદાર સરોવર ડેમ,આ ચોમાસામાં નર્મદા ડેમ છલકાયો છે.
138.68 મીટરની જળ સપાટીએ નર્મદા ડેમ છલોછલ થઇ જતા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ખાતે પોહોચી માઁ નર્મદાના નીરના વધામણાં કર્યા હતા,માં નર્મદાને ચૂંદડી અર્પણ કરી વિધિવત પૂજા અર્ચના અને નર્મદા મૈયાની આરતી કરીને પાવન નીરને વધાવ્યા હતા.નર્મદાડેમ ઓવરફ્લો થતા રાજ્યમાં ખુશીનો માહોલ છે.ગુજરાતની જીવાદોરી લાખો ખેડૂતોની ખેતીની જીવંત કરશે.
Reporter: admin