News Portal...

Breaking News :

મુંબઈની ન્યુ ઇન્ડિયા.કો.ઓ બેંકની 122 કરોડની ઉચાપત કેસનો આરોપી વડોદરાથી ઝડપાયો

2025-03-16 09:46:23
મુંબઈની ન્યુ ઇન્ડિયા.કો.ઓ બેંકની 122 કરોડની ઉચાપત કેસનો આરોપી વડોદરાથી ઝડપાયો


મુંબઇની ની ન્યુ ઇન્ડિયા કો.ઓ.બેંકમાં આચરાયેલા 122  કરોડના કૌંભાડમાં સંડોવાયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી ઝડપી પાડ્યો હતો અને તેને મુંબઇ પોલીસને સોંપ્યો હતો.



ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શહેરના ફતેગંજ નવાયાર્ડ વિસ્તારમાં છુપાયેલા મુંબઇની ન્યુ ઇન્ડિયા કો.ઓ.બેંકમાં આચરાયેલા 122 કરોડના ઉચાપતના કૌંભાડમાં સંડોવાયેલા કપીલ કલ્યાણજી ડેડીયા (રહે, જયપુર)ને ઝડપી પાડ્યો હતો. મુંબઇ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયેલા ગુના બાદ આરોપી કપીલ ફરાર થઇ ગયો હતો. 


પોલીસે જણાવ્યું કે મુંબઇના ગોરેગાંવ અને પ્રભાદેવી શાખાની ન્યુ ઇન્ડિયા કો.ઓપ.બેંકના જનરલ મેનેજર હિતેશ પ્રવિણચન્દ્ર મહેતાએ 122 કરોડની રકમની ઉચાપત કરી હતી જે માહિતી આરબીઆઇની તપાસમાં બહાર આવી હતી. મુંબઇ પોલીસે આ મામલે હિતેશ મહેતાની ધરપકડ કરી હતી. આરોપી કપીલનું નામ આ કેસમાં બહાર આવતા તે ફરાર થઇ ગયો હતો. તે અલગ અલગ જગ્યા પર છુપાઇને રહેતો હતો અને થોડા દિવસથી વડોદરા આવીને છુપાઇ ગયો હતો. પોલીસે મુળ રાજસ્થાનના જયપુરના અને હાલ દહિસર ઇસ્ટમાં રહેતા કપીલની ફતેગંજ નવાયાર્ડથી ધરપકડ કરી મુંબઇ પોલીસને સોંપ્યો 

Reporter: admin

Related Post