News Portal...

Breaking News :

સાવલી મંજુસર જીઆઇડીસી માં આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઔદ્યોગિક એકમ ખાતે મોકડ્રિલ યોજાઈ

2025-05-07 18:51:40
સાવલી મંજુસર જીઆઇડીસી માં આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ઔદ્યોગિક એકમ ખાતે મોકડ્રિલ યોજાઈ





પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલાબાદ ભારતીય ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા સમગ્ર દેશમાં દરેક રાજ્ય અને જિલ્લા મથકમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે કઈ રીતે બચાવ કરી. સુરક્ષિત સ્થળે પહોંચી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે હેતુથી ગુજરાતના ૧૯ થી પણ વધારે જિલ્લામાં મોકડ્રીલ નુ આયોજન કરવાની એડવાઈઝરી મુજબ એચ.પી.સી.એલ ઔદ્યોગિક એકમ ખાતે આયોજન કરવામાં આવ્યું
મોકડ્રિલ માં એર સ્ટ્રાઈક થાય એટલે કે હવાઈ હુમલો થાય ત્યારે અતિ  જ્વલંત ઈંધણના જે મોટા ટાંકા આવેલા છે. તેને કઈ રીતે સુરક્ષિત રાખી શકાય અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી બચાવ  કામગીરી કઈ રીતે કરી શકાય તે હેતુસર મોક ડ્રિલ નું આયોજન કરાયું 



ડ્રોન ઉડાવી એચ.પી. સી.એલ એકમ  ઉપર  હુમલો કરવા માં આવ્યો.(નાટય રૂપાંતર)
હુમલો થતાં રેડ એલર્ટ નું સાયરન વગાડવા માં આવ્યું.  સાયરન વાગતા હુમલા થયેલા સ્થળ પર ફાયર વિભાગ દ્વારા દોડી જય પાણી નો મારો  ચલાવ્યો.
 એમ્બ્યુલન્સ ની ટીમે હુમલા દરમિયાન ઘાયલ અને ઇજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર મળી રહે તે મુજબ સ્થળ પર હાજર રહી. અને ઝડપથી હોસ્પિટલોમાં કઈ રીતે ખસેડાય  તેવું આ મોકડ્રિલ માં દર્શાવવામાં આવ્યું.




 કંપની ના સતાધીશો દ્વારા  સિવિલ ડિફેન્સ  ને જાણ કરતા યુદ્ધ નાં ધોરણે સિવિલ ડિફેન્સ ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કમાગીરી શરૂ કરાઇ..
સમગ્ર  મોકડ્રિલ માં સાવલી પ્રાંત અધિકારી, સાવલી મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી તેમજ મંજુસર પી. આઇ અને સમગ્ર પોલીસ સ્ટાફ સહિત ના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં.

Reporter:

Related Post