ઇમ્ફાલ: મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં રાજ્ય સરકારે મહત્વનું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાષ્ટ્રીય રાજમાર્ગો પર તમામ સમુદાયોના લોકો અને જરૂરી સામાનની અવરજવર ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
સરકારના આ નિર્ણયથી ઇમ્ફાલ-દિમાપુર અને ઇમ્ફાલ-જિરીબામ જેવા મહત્વના માર્ગો પર કનેક્ટિવિટી સુધરવાની આશા છે. આ સાથે ઇમ્ફાલ-દિમાપુર બસ સેવા પણ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મણિપુર માટે રાષ્ટ્રીય રાજમાર્ગ-2 અને રાષ્ટ્રીય રાજમાર્ગ-37 ખૂબ જ મહત્વપૂર્ણ છે. મે 2023માં શરૂ થયેલા વંશીય સંઘર્ષ બાદ આ માર્ગો પર અનેક વખત અવરજવર પ્રભાવિત થઈ હતી. હવે હાઈવે ફરી ખોલવાનો નિર્ણય રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીએ તમામ સમુદાયોને પરસ્પર વિશ્વાસ અને સહયોગ વધારવા તથા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને પાછળ છોડીને સામાન્ય જીવન તરફ આગળ વધવાની અપીલ કરી છે.
Reporter: admin







