સ્વામિનારાયણ સંપ્રદાયના, લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ૫. પૂ. ધુ. ધુ. ૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી ખોડીયાર નગર વિશ્વકર્મા મંદિર ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

એકજ તારીખે, ગુજરાત-મહારાષ્ટ્રમાં એકજ સાથે ૫૫ ઉપરાંત સ્થળોએ ‘મહારક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે.ભગવાન સ્વામિનારાયણે 'શિક્ષાપત્રી'માં કરેલી આજ્ઞા અનુસાર, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ૫. પૂ. ધુ. ધુ. શ્રી ૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી, સ્વામિનારાયણ સંપ્રદાય, માનવ સેવા અને સમાજ સેવાના કર્યોમાં હમેશા કાર્યરત રહે છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદહસ્થે, ધોલેરાધામ'માં મદનમોહનજી મહારાજની સ્થાપના હતી. તેમજ સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી અને આચાર્ય સ્થાપના કરી હતી જેના, ૨૦૦ વર્ષ થાય છે.

જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ - વિદેશમાં વસતા ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા આ મહોત્સવ અંતર્ગત, અનેક ગામો- શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિદ્ધ ધાર્મિક, ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી, શ્રદ્ધા પૂર્વક 'ભક્તિ પર્વ' ઉજ્જવામાં આવી રહ્યો છે.ધાર્મિક ઉત્સવોની સાથે સાથે, પ. પૂ. ધુ. ધુ. આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ્ની પ્રેરણાથી, માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગ રૂપે આજરોજ , એકજ તારીખે, ગુજરાત-મહારાષ્ટ્રમાં એક bજ સાથે ૫૫ ઉપરાંત સ્થળોએ 'મહારક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત વડોદરા વડોદરામાં લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ (LNDYM)ના યુવાનો તથા લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ (LNDMM)ના બહેનો દ્વારા ‘મહારક્તદાન કેમ્પ'નું આયોજન વિશ્વકર્મા મંદિર - ખોડીયાર નગર વડોબોર્ડે કરવામાં આવેલ હતું જેમાં મેડિકલ સ્ટાફ, અને રક્ત દાતાઓ માટેની તમામ વ્યવસ્થા, કરવામાં આવી છે. હાલના તબક્કે રક્તદાનની જરૂરીયાત વધારે રહેતી હોવાથી જાહેર જનતાને આ રક્તદાન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુપાડવા નમ્ર અનુરોધ છે.





Reporter: admin