News Portal...

Breaking News :

ચકલી સર્કલ નજીક 2 રેસ્ટોરન્ટ, બેંક સહિત 4 દુકાનના તાળા તૂટ્યા,1.22 લાખની ચોર

2025-05-22 14:14:39
ચકલી સર્કલ નજીક 2 રેસ્ટોરન્ટ, બેંક સહિત 4 દુકાનના તાળા તૂટ્યા,1.22 લાખની ચોર


વડોદરા: એક જ કોમ્પ્લેક્ષમાં ચાર દુકાનના તાળા તૂટ્યાં પોલીસની દોડતી થઈ હતી.
ધ એમરલ્ડ બિલ્ડીંગમાં તસ્કરોએ ખેલ પાડીને અંજામ આપ્યો



ચકલી સર્કલ નજીક આવેલી ધ એમરલ્ડ બિલ્ડીંગમાં આવેલી બે રેસ્ટોરન્ટ, બેંક સહિત ચાર સ્થળના તાળા તોડી તસ્કર કુલ રૂ.1.22 લાખની ચોરી કરી ગયો હતો. પોલીસની પેટ્રોલિંગની કામગીરીના લીરેલીરા ઉડાવાયા હતા. એક કોમ્પ્લેક્ષમાં ચાર દુકાનના તાળા તુટતા પોલીસની કામગીરી પર ઘણા ગંભીર સવાલ ઉભા થયા હતા.હરણી સુરમ્ય સફાયર ખાતે રહેતા ભાવિક ક્રિતિભાઈ ઠક્કર ચકલી સર્કલ પાસે ધ એમરલ્ડ બિલ્ડીંગમાં ધ સિકરેટ કિચન નામની રેસ્ટોરન્ટ ધરાવે છે. ગત તા.19 મેએ રેસ્ટોરન્ટનો કેશિયર હરિશ ખંતે બંધ કરી હતી. બીજા દિવસે રેસ્ટોરન્ટનો મેનેજર કમલ મહેરા રેસ્ટોરન્ટનું લોક ખોલી અંદર ગયો હતો. જ્યાં તેને કાઉન્ટરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલો મળ્યો હતો. જેથી ભાવિક રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા. તેમને તપાસ કરતા રેસ્ટોરન્ટની પાછળનો લોખંડનો દરવાજો તુટેલી હાલતમાં જણાયો હતો. 


કેશ કાઉન્ટરમાંથી રૂ.64 હજાર રોકડાની ચોરી થઈ હતી.આ દરમિયાન બિલ્ડિંગના એસ્ટેટ મેનેજર રાકેશ વીશાલે ત્યાં આવી પહોંચ્યા હતા. અને તેમને કહ્યું હતું કે, કોમ્પ્લેક્ષમાં બીજી ત્રણ જગ્યાએ ચોરી થઈ છે. કોમ્પ્લેક્ષના પહેલાં માળે હાઉસ ઓફ મખની રેસ્ટોરન્ટમાં પણ ચોરી થઈ છે. જેથી તે રેસ્ટેરન્ટના મેનેજર ફેઝલખાન ઐયુબખાન પઠાણને જઈને મળતા તેમને કહ્યું હતું કે, રેસ્ટોરન્ટના કેશ કાઉન્ટરમાંથી રૂ.7 હજાર રોકડાની ચોરી થઈ છે. ત્યારબાદ ત્રીજા માળે એ.વી.ઓર્ગેનિક્સ પ્રા.લી.ના જનરલ મેનેજર નિલિપ્ત રજીકાન્ત દેસાઈને મળતા તેણે કહ્યું હતું કે, અમારી ઓફિસમાં દિવાલમાં લગાવેલા સેફ ડ્રોવર કોઈ ચોરી ગયું છે.ઓફિસની પાછળની કાચની બારી ખુલ્લી હાલાતમાં હતી. તે ડ્રોવરમાં મુકેલા રૂ.32 હજાર રોકડા ચોરી થયા છે.ઓફિસના એફઆરએફસી લોકરમાં મુકેલા રોકડા રૂ.19 હજારની ચોરી થઈ હતી. ત્યારે અકોટા પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિક રેસ્ટોરન્ટ માલિકે કહ્યું હતું કે, એક તસ્કર ચોરી કરવા આવ્યો હોવાનું જણાય છે. પોલીસ તપાસ કરી રહી છે.

Reporter: admin

Related Post