વડોદરા નજીક આવેલ જરોદ પોલીસ મથકના PI કે.જે. ઝાલાએ જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે, વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામની સીમમાંથી દારૂની હેરાફેરી થાય છે
જે માહિતીના આધારે મોડીરાત્રે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સુત્રધાર શૈલેષ વિક્રમ ચૌહાણે પોતાના ટ્રેક્ટરની ટ્રોલીમાં દારૂનો જથ્થો લાવી રાજપુરા ગામમાં રહેતા બળવંતસિંહ શિવસિંહ ચૌહાણના ખેતરમાં મૂક્યો હતો. ટ્રેક્ટરની ટ્રોલીમાં દારૂ છે તેવી કોઈને ખબર ન પડે તે માટે રાજપુરા ગામમાં જ રહેતા અંદરસિંહ છત્રસિંહ ચૌહાણ પાસે ઘાસના પૂળા મંગાવ્યા હતા. તે દારૂ ભરેલી ટ્રોલી ઉપર મૂકી દીધાં હતા.મુદ્દામાલ કબજે કરાયો પીએસઆઇ એસ.જે. ડામોર ટીમ સાથે દારૂ પકડવા ખેતરમાં પહોંચ્યા હતા. પોલીસ ખેતરમાં પહોંચતા ઘાસના પૂળા ભરેલી ટ્રોલી જોઈ પોલીસ પણ ગોથું ખાઇ ગઇ હતી.
જોકે, પોલીસને શંકા જતાં ટ્રોલીમાં ભરેલા પૂળા દૂર કરી તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘાસમાં છુપાવેલો રૂપિયા 4,32,405નો દારૂનો જથ્થો અને ટ્રેક્ટર-ટ્રોલી મળી રૂપિયા 4,82,405નો મુદ્દામાલ કબજે લીધો હતો.ધરપકડના ચક્રોગતિમાન જોકે, દારૂ મંગાવી વેપલો કરનાર સુત્રધાર શૈલેષ વિક્રમસિંહ ચૌહાણ (રહે. રાજપુરા, વાઘોડિયા) ટ્રેક્ટર ટ્રોલી જ્યાં મૂકી હતી તે ખેતરના માલિક બળવંતસિંહ શિવસિંહ ચૌહાણ તેમજ ઘાસનો જથ્થો પૂરો પાડનાર અંદરસિંહ છત્રસિંહ ચૌહાણ પોલીસના હાથે લાગ્યા ન હતાં. જરોદ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. રામસિંહે ફરાર ત્રણે સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
Reporter: News Plus