News Portal...

Breaking News :

વડોદરાના યુવકો દ્વારા કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે

2025-05-01 17:25:59
વડોદરાના  યુવકો દ્વારા કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે


વડોદરા : 500 વર્ષમાં પ્રથમ વાર કેદારનાથ મંદિર નો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે.જેનું સૌભાગ્ય આપણા વડોદરા ને પ્રાપ્ત થયું છે. તેની માટે શિવજી કી યાત્રાના માધ્યમ થી પ્રથમ યાત્રી ગ્રુપ આજે સવારે 2 વાગે અમદાવાદ એરપોર્ટ થી પ્રસ્થાન કર્યુ.



આવનાર 2 મેં ના રોજ કેદારનાથ બાબાના કપાટ આખા વિશ્વને દર્શનાર્થે ખુલ્લા મુકવામાં આવશે અને 1 મે ના રોજ કેદારનાથ બાબાની પાલખી કેદારનાથ પધારશે તે પહેલા કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે વડોદરાની શિવજી કી યાત્રા જે સ્વેજલ વ્યાસ દ્વારા સંચાલિત છે, તેઓ દ્વારા પ્રતિવર્ષ ની જેમ આ 2025 વર્ષે કેદારનાથ મંદિર નો ઐતિહાસિક શણગાર કરવામાં આવશે જેમાં સંપૂર્ણ ફૂલો નું યોગદાન વડોદરા ના પ્રતિષ્ઠિત કોર્ટયાર્ડ ગ્રુપ ના બિલ્ડર રુચિરભાઈ શેઠ, વિરલ શેઠ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યુ છે 


તેમજ કારીગર અને ટ્રાન્સપોર્ટ નું યોગદાન મયંકભાઇ પટેલ, પ્રિતેશભાઈ શાહ અને મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે તદ્ ઉપરાંત ગુજરાત ના 220 શિવભક્તો દ્વારા જાતે કેદારનાથ જઈ પોતાના હાથ થી શણગાર કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.ટોટલ 45 પ્રકાર ના ફૂલો અલગ અલગ વેરાયટી દ્વારા આખા મંદિર નો શણગાર કરવામાં આવશે જેમાં 10,000 કિલો ફૂલો થી આખું મંદિર નો શણગાર થશે આ તમામ ફૂલો 8 રાજ્ય અને 3 વિદેશ થી મંગાવામાં આવ્યા છે વધુમાં મંદિર ના શણગાર માટે કોલકાતા ના બંગાલી કારીગર જેમની કલા આખા વિશ્વમાં ફોલનાં શણગારમાં પ્રખ્યાત છે તેમાં 50 કારીગર ને પણ લઇ જવામાં આવશે.તારીખ 29 એ તમામ ફ્લાવર ગૌરીકુંડ પોંહચશે ત્યાંથી 112 ઘોડા ના માધ્યમ થી ફૂલો ને 20 કિલોમીટર દૂર પહાડો પર ટ્રેકિંગ કરી કેદારનાથ પોહ્ચાડવામાં આવશે.તારીખ 30 અને 1 એ મંદિર નો અદભુત શણગાર કરાશે. તારીખ 1 ના રોજ કેદારનાથ બાબા ની પાલખી નું ભવ્ય સ્વાગત ફુલવર્ષા થી કરાશે.

Reporter:

Related Post