સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન દ્વારા સહ-નિર્મિત ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' 14 જૂને રિલીઝ થશે. આ ફિલ્મ ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત સ્પોર્ટ્સ ડ્રામા બાયોપિક છે.
ચંદુ ચેમ્પિયન ફિલ્મનું પ્રમોશન એકદમ અલગ રીતે જ કરવામાં આવ્યું છે. કાર્તિકની ફિલ્મે રિલીઝ પહેલા જ ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મ નિર્માતાઓએ દુબઈના બુર્જ ખલીફા ખાતે ફિલ્મના એડવાન્સ બુકિંગની જાહેરાત કરી હતી.
કાર્તિકે ફિલ્મમાં મુરલીકાંતની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અભિનેતા અનોખા અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવતા જ ફિલ્મ પ્રમોશનનું કામ જોરો શોરોથી ચાલી રહ્યું છે. ગઈકાલે કાર્તિક આર્યન ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યો હતો.
કાર્તિક આર્યન અમદાવાદમાં પોતાની ફિલ્મના પ્રમોશન કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે અટલ બ્રિજની પણ મુલાકાત લીધી હતી અને મીડિયા સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન કાર્તિકે ફિલ્મમાં તેના બોડી ટ્રાન્સફોર્મેશન અંગે પોતાના અનુભવ શેર કર્યા હતા. તેમજ તેના ફેન્સ પણ કાર્તિકને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.
ચંદુ ચેમ્પિયન ફિલ્મનું પ્રમોશન એકદમ અલગ રીતે જ કરવામાં આવ્યું છે. કાર્તિકની ફિલ્મે રિલીઝ પહેલા જ ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મ નિર્માતાઓએ દુબઈના બુર્જ ખલીફા ખાતે ફિલ્મના એડવાન્સ બુકિંગની જાહેરાત કરી હતી. જો કે બુર્જ ખલીફામાં પહેલીવાર કોઈ ફિલ્મના એડવાન્સ બુકિંગની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ ગ્વાલિયરમાં ફિલ્મ ટ્રેલરનું ભવ્ય લોન્ચિંગ પણ થયું હતું. આ ઉપરાંત ફિલ્મ પ્રમોશન દરમિયાન કાર્તિક આર્મી જવાનો સાથે ડાન્સ કરતો પણ જોવા મળ્યો હતો. જેથી દરેક આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Reporter: News Plus