News Portal...

Breaking News :

ઇઝરાયલના યુદ્ધ વિમાનોએ ફરી એકવાર લેબેનોનમાં આતંક મચાવ્યો

2024-09-20 12:59:57
ઇઝરાયલના યુદ્ધ વિમાનોએ ફરી એકવાર લેબેનોનમાં આતંક મચાવ્યો


લેબનોન : ઇઝરાયલના વિસ્ફોટોથી લેબનોનમાં ખળભળાટ મચી ગયો છે. પેજર અને વોકી-ટોકીઝ, સોલાર પેનલ્સ, લેપટોપ અને રેડિયો સહિતના વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વિસ્ફોટોથી માત્ર લેબનોનમાં જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. 


આ દરમિયાન ઇઝરાયલના યુદ્ધ વિમાનોએ ફરી એકવાર લેબેનોનમાં આતંક મચાવ્યો છે. લેબનોનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે ગુરુવારે પોતાના સંબોધનમાં ઈઝરાયલની કાર્યવાહીને યુદ્ધની ઘોષણા ગણાવી હતી, પરંતુ જે સમયે નાસલ્લાહ રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા તે સમયે ઇઝરાયલ લેબનોન પર રોકેટ ફાયર કરી રહ્યું હતું.ઇઝરાયલી દળ IDFએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવ્યા હતા અને સેંકડો રોકેટ લોન્ચર બેરલનો નાશ કર્યો હતો. હિઝબુલ્લાહ આ રોકેટ લોન્ચર્સનો ઉપયોગ ઈઝરાયલના વિસ્તારમાં વિસ્ફોટો માટે કરવા જઈ રહ્યો હતો. 


ઈઝરાયલની સેનાનું કહેવું છે કે તેમના ફાઈટર પ્લેન્સે 1000 બેરલવાળા 100 રોકેટ લોન્ચર પર હુમલો કર્યો અને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે.ઇઝરાયલી દળ IDFએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવ્યા હતા અને સેંકડો રોકેટ લોન્ચર બેરલનો નાશ કર્યો હતો. હિઝબુલ્લાહ આ રોકેટ લોન્ચર્સનો ઉપયોગ ઈઝરાયલના વિસ્તારમાં વિસ્ફોટો માટે કરવા જઈ રહ્યો હતો. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે તેમના ફાઈટર પ્લેન્સે 1000 બેરલવાળા 100 રોકેટ લોન્ચર પર હુમલો કર્યો અને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે.

Reporter: admin

Related Post