લંડન : બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે તેમની નવી કેબિનેટ જાહેર કરી દીધી છે.
જેમાં નવી સરકારમાં ભારતીય મૂળના એક સાંસદનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચના ઈકબાલ મોહમ્મદ અમદાવાદીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. તે વેસ્ટ યોર્કશાયરના ડ્યૂઝબરી અને બેટલે મતવિસ્તારથી ઉમેદવારી નોંધાવી હતી.
તે મૂળ ભરૂચના ટંકારિયા ગામના રહેવાસી છે.વેસ્ટ યોર્કશાયરમાં 1907 પછી પહેલીવાર કોઈ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. ડ્યૂજબરી અને બેટલે મતવિસ્તારમાં ઈકબાલ મોહમ્મદની શાનદાર જીત રહી હતી. તેમને વેસ્ટ યોર્કશાયર બેઠક પર 41 ટકા મત મળ્યા છે.
Reporter: News Plus