News Portal...

Breaking News :

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે IPLમેચ નહીં યોજાય

2025-05-09 12:49:00
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે IPLમેચ નહીં યોજાય


મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે BCCI દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.




ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે 8 મેના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. આ પછી, ક્રિકેટ ચાહકોના મનમાં એક જ પ્રશ્ન છે કે, IPLનું શું થશે? ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે આઈપીએલ ચાલુ રહેશે કે નહીં? એવામાં હવે આ મામલે આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે આ મોટી અપડેટ આપી છે.આજથી કોઇ મેચ નહીં યોજાય. હવે BCCIની પ્રથમ પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. BCCI જલદી નવી તારીખોની જાહેરાત કરશે.IPL 2025 રદ્દ થશે કે તેને મુલતવી રાખવામાં આવશે કે બીજા કોઈ દેશમાં ખસેડવામાં આવશે? ગુરુવારે પાકિસ્તાન દ્વારા જમ્મુ સહિત અનેક સ્થળોએ હુમલો કરવામાં આવ્યા બાદ ગઈકાલે PBKS અને DCની મેચ રદ્દ કરવામાં આવી હોવાથી આ પ્રશ્નો દરેકના મનમાં છે. 


આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ મેચમાં પહેલી ઈનિંગની 10.1 ઓવર રમાઈ ચૂકી હતી, આ પછી મેચ રદ્દ કરવામાં આવી હતી. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ અંગે કહ્યું કે હાલમાં અમારી પ્રાથમિકતા તમામ ખેલાડીઓ, ફેન્સ અને હિસ્સેદારોની સુરક્ષા છે.પઠાણકોટમાં હુમલાના સમાચાર પછી, ધર્મશાલામાં રમાઈ રહેલી PBKS અને DCની મેચને અધવચ્ચે જ રોકી દેવામાં આવી અને બધા ખેલાડીઓને ઝડપથી હોટેલ લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ છે કે ઘણા ખેલાડીઓ પેડ પહેરીને હોટેલ પહોંચ્યા હતા, જ્યારે દર્શકોને પણ શક્ય તેટલી વહેલી તકે સ્ટેડિયમથી ઘરે પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું.રાજીવ શુક્લાએ જણાવ્યું, "અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, સરકાર સાથે સલાહ લઈ રહ્યા છીએ અને 9 મેના રોજ IPL 2025 અંગે અંતિમ નિર્ણય લઈશું. પરિસ્થિતિ દરરોજ બદલાઈ રહી છે. અમને જે પણ કહેવામાં આવશે, અમે તે કરીશું અને તમામ હિસ્સેદારોને તેના વિશે જાણ કરીશું. હાલમાં અમારી પ્રાથમિકતા બધા ખેલાડીઓ, ફેન્સ અને હિસ્સેદારોની સલામતી છે."

Reporter: admin

Related Post