મુંબઈ : લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો વખતે નોંધાયેલા મોટા કડાકા બાદ સેન્સેક્સ માત્ર 16 ટ્રેડિંગ સેશનમાં જ 6965 પોઈન્ટ ઉછળ્યો છે. જૂન મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે.
ચાલુ કેલેન્ડર વર્ષ શેરબજાર માટે બુલિશ રહ્યું છે. 15 જાન્યુઆરીએ 73000થી 74000 થતાં તેને 37 દિવસ લાગ્યા હતા. બાદમાં 74000થી 75000 થવામાં 21 દિવસ, જ્યારે 76000 થવામાં 30 દિવસ થયા હતાં. જ્યારે જૂન માસામં 10 દિવસમાં 77000, 15 દિવસમાં 78000 અને 2 દિવસમાં 79000નું લેવલ ક્રોસ કર્યું હતું.
નિફ્ટી પણ 24000ના લેવલ નજીક પહોંચ્યો છે. આજે 23974.70ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.સવારે ૧૧.૧૦ મિનિટે sensex ૭૮૭૫ nifty ૨૩૮૮૮ અને bank nifty ૫૩૮૪૫ ટ્રેડ કરી રહ્યો હતો.
Reporter: News Plus