News Portal...

Breaking News :

ભારતીય સેનાના મેજર રાધિકા સેનને UNના પ્રતિષ્ઠિત એવોર્ડ જેન્ડર એડવોકેટ એવોર્ડથી સન્માનિતકરાશે

2024-05-29 12:01:04
ભારતીય સેનાના મેજર રાધિકા સેનને  UNના પ્રતિષ્ઠિત એવોર્ડ જેન્ડર એડવોકેટ એવોર્ડથી સન્માનિતકરાશે


ભારતીય સેનાના મેજર રાધિકા સેનને UN ના પ્રતિષ્ઠિત એવોર્ડ જેન્ડર એડવોકેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. યુએનના સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારીકે આ જાહેરાત કરી હતી.


તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે રાધિકા સેનને 2023 મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના હસ્તે પ્રદાન કરવામાં આવશે.જે દિવસને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ જેન્ડર એડવોકેટ એવોર્ડ વર્ષ 2000ના સુરક્ષા પરિષદના ઠરાવને પ્રોત્સાહન આપવા માટે શાંતિ રક્ષક એટલે કે પીસ કીપરના પ્રયત્નોને બિરદાવે છે. ભારતમાં મેજર સુમન ગવાણી બાદ આ સન્માન મેળવનાર રાધિકા સેન બીજા ભારતીય શાંતિ રક્ષક છે. સુમન ગવાણીએ દક્ષિણ સુદાનમાં સયુંકત રાષ્ટ્ર મિશન માટે કામ કર્યું હતું અને આ માટે 2019 માં તેમણે આ એવોર્ડ મળ્યો હતો.



સયુંકત રાષ્ટ્ર યુએન શાંતિ અભિયાનોમાં 6063 ભારતીયો કામ કરે છે. જેમાંથી 1954 જેટલા ભારતીયો મોનુસ્કો માટે કામ કરે છે, જેમાં 32 મહિલાઓનો સમાવેશ થાય છે એન્ટોનિયો ગુટેરેસને અભિનંદન આપતા તેમણે રાધિકા સેનને રોલ મોડલ ગણાવી હતી. યુનોએ જણાવ્યું હતું કે, રાધિકા સેને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં યુનાઈટેડ નેશન્સ મિશન સાથે કામ કર્યું,તેણીએ કિવુંમાં સમુદાયના સભ્યો,યુવાનો અને મહિલાઓને તેમની પોતાની સુરક્ષા માટે બોલવા માટે બળ પૂરું પાડ્યું. તેણીએ સમર્પણની ભાવનાથી મહિલાઓ અને છોકરીઓ સહિત સંઘર્ષથી પ્રભાવિત સમુદાયોનો વિશ્વાસ જીત્યો હતો.

Reporter: News Plus

Related Post