લાચીયો સરકારી અધિકારી એસીબીના હાથે ઝડપાઈ ગયો...
શહેરની ઇન્કમટેક્ષ ઓફિસનો ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ 500 રુપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. એસીબીએ આ મામલે ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ નીતીશ બસીસ્ટનારાયણ ભારતી સામે લાંચ લેવાનો ગુનો નોંધ્યો હતો.

એસીબીએ માહિતી આપી હતી કે ફરીયાદીને નવો ધંધો શરૂ કરવાનો હોય જેમાં પોતાના આધાર કાર્ડમાં જે નામ સરનામું હતું તે મુજબ પાન કાર્ડમાં સુધારો કરવાનુ હતો તેમજ પાનકાર્ડમાં રેસીડન્સીયલ સ્ટેટસનો સુધારો કરવાનો હતો જેથી આ કામના આરોપી નાઓને ગઇ તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ રૂબરુમાં લેખિત અરજી આપેલ જેમાં આરોપી નીતીશ ફરીયાદીને પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરવા સારુ યેનકેન પ્રકારે બહાના બતાવી ડોકયુમેન્ટ મંગવતો હતો.
ત્યારબાદ ફરીયાદીને ફોન કરીને 1હજાર રુપિયાની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી આયકર ભવનની લોબીમાં જ આરોપી ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ નીતીશ ભારતી લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લેતા રંગે હાથ પકડાઇ ગયો હતો. એસીબીએ તેની પાસેથી લાંચના 500 રુપિયા રીકવર કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
Reporter: admin