છોટાઉદેપુર માહિતી ખાતા ની ઓફિસમા બાજુ મા આવેલી મુતરડી મા થી માથું ફાડી નાંખે તેવી દુર્ગઘ આવતી હોવાથી માહિતી ખાતા ના કર્મચારી ઓ ને મો પર રૂમાલ બાંધી ને કામ કરવાની ફરજ પડી રહી છે.
બાજુ મા જ મીટીંગ હોલ આવેલો છે. ત્યાં પણ દુર્ગઘ આવે છે. સફાઈ કોન્ટ્રાકટર પૂરતું ધ્યાન આપતો ન હોવાથી આવી હાલત જોવા મળે છે સફાઈ કર્મચારી સફાઈ કરે છે.પરંતુ મુતરડી જેવી જગ્યાએ ફિનાઈલ, એસિડ જેવો પદાર્થ નાખવો જરૂરી છે. પરંતુ તે નાખવામાં આવતો નથી. તેમજ વારંવાર ની રજુઆત છતાં પણ મુતરડી ની સાફ સફાઈ મા ધ્યાન આપવામાં આવતું નથી અને સફાઈ કામ ના રૂપિયા બારોબાર ખવાઈ જતા હોય છે અન્ય અધિકારીઓ અને કોન્ટ્રાકટર ની મિલીભગત હોવાથી સફાઈ કામ થતું નથી.
યોગ્ય અઘીકારી આ મામલે તપાસ કરે તો સફાઈ કામમા થતા ગોટાળા બહાર આવી શકે તેમ છે. અને સફાઈ કોન્ટ્રાકટર સામે કેમ કોઈ પગલાં ભરતું નથી તેજ મોટો સવાલ છે. માહિતી ખાતા ના કર્મચારીઓ એ રુબરુ મા ઘણી વખત સફાઈ કામદાર ને આ દુર્ગઘ બાબતે રજુઆત કરી છે. પરંતુ સફાઈ કામદાર પણ કશું સાંભળવા તૈયાર નથી. માત્ર પાણી રેડી ને સફાઈ કરી ને જતો રહે છે
Reporter: News Plus