આઇએમએ વડોદરાના પ્રમુખ ડો.મિતેશ સી.શાહ દ્વારા જણાવાયું છે કે હાલની પરિસ્થિતીમાં વડોદરાના તમામ તબીબો તથા હોસ્પિટલના સંચાલકો ભારત સરકારના આ પગલાંમાં તેમની સાથે છે અને આ પરિસ્થિતીમાં ઉદભવતી તમામ મેડિકલ જરુરિયાતોને પહોંચી વળવા ભારત સરકાર અને ભારતીય સેનાને સંપૂર્ણ સમર્પિત છે.
આ સંદર્ભે ડો.મિતેશ સી. શાહ દ્વારા વડોદરાના દરેક ડોક્ટર્સ, હોસ્પિટલો તથા આઇસીયુ સાથેની સુવિધા ધરાવતી સંસ્થાઓને જરુરી તબીબો, કર્મચારીઓ, દવાઓ અને સાધન સામગ્રીનો જથ્થો પેરામેડિકલ સ્ટાઉ, ઓપરેશન થિયેટર સાથે ફાયર સેફ્ટી સિસ્ટમથી સજજ રહેવા વિનંતી કરાઇ છે. દરેક હોસ્પિટલને તેમની બિલ્ડીંગની ઉપર રેડીયમ લાલ કલરમાં ક્રોસની સંજ્ઞા દર્શાવવા વિનંતી કરાઇ છે. યુદ્ધની સ્થિતીમાં શહેર જિલ્લાના જે તબીબો પોતાની સેવા આપવા માગતા હોય તેમણે આઇએમએ વડોદરાનો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.
Reporter: admin