News Portal...

Breaking News :

IFS અધિકારી નિધિ તિવારીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણૂક

2025-04-01 09:44:55
IFS અધિકારી નિધિ તિવારીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણૂક


દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીના મૂળ રહેવાસી ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) અધિકારી નિધિ તિવારીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગે આ નિમણૂકનું ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે.



નિધિ 2014ની બેચના આઇએફએસ અધિકારી છે અને હાલ વડાપ્રધાન કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત છે. ઓફિસ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ નિધિ તિવારીની વડાપ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરીપદે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. નિધિ 2022માં વડાપ્રધાન કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી નીમાયા તે પહેલાં વિદેશ મંત્રાલયમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતો માટે કામ કરતા હતા. 


વડાપ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિધિ તેમના કાર્યક્રમોનું સંકલન, બેઠકોનું આયોજન અને સરકારી વિભાગો સાથે સંપર્ક સંબંધિત કામકાજ સંભાળશે. નિધિએ 2013ની સિવિલ સર્વિસ એક્ઝામમાં 96મો રેન્ક મેળવ્યો હતો અને ત્યારથી તેઓ જાહેર સેવામાં છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તેમની તજજ્ઞતા વડાપ્રધાન કાર્યાલયમાં ખૂબ મહત્ત્વપૂર્ણ રહી છે. ખાસ કરીને વિદેશ અને સુરક્ષા વિભાગમાં કે જ્યાં તેઓ સીધા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને રિપોર્ટ કરતા હતા.

Reporter: admin

Related Post