News Portal...

Breaking News :

IAS અધિકારીઓ IPS અને IFS અધિકારીઓ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયાસ કરે છે. :સુપ્રીમ કોર્ટ

2025-03-07 18:31:37
IAS અધિકારીઓ IPS અને IFS અધિકારીઓ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયાસ કરે છે. :સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: એક જ કેડરના હોવા છતાં ભારત સરકારની ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (IAS)ના અધિકારીઓ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ(IFS)ના અધિકારીઓ વચ્ચે વર્ચસ્વ માટે સતત ખેંચતાણ ચાલતી રહે છે.  


એવામાં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ સર્વિસીઝના અધિકારીઓને ટકોર કરી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘણીવાર IAS અધિકારીઓ IPS અને IFS અધિકારીઓ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયાસ  કરે છે.સુપ્રીમ કોર્ટ ઉત્તરાખંડમાં ‘કમ્પેન્સેટરી અફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી’ (CAMPA) ફંડના દુરુપયોગ અંગેના કેસની સુનાવણી કરી રહી હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ ક્રાઇસ્ટની બેન્ચે અવલોકન કરતા કહ્યું કે IAS અધિકારીઓ IFS અને IPS અધિકારીઓ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવા પ્રયાસ કરતા રહે છે.



જસ્ટિસ ગવઈ કરી કડક ટીપ્પણી:જસ્ટિસ ગવઈએ કહ્યું, “મેં ત્રણ વર્ષ સુધી સરકારી વકીલ તરીકે કામ કર્યું છે. ત્યારબાદ, મારી 22 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકેની કારકિર્દી રહી છે. હવે હું એ કહેવાની સ્થિતિમાં છું કે IAS અધિકારીઓ IPS અને IFS અધિકારીઓ પર પોતાનું વર્ચસ્વ બનવવા પ્રયાસ કરતા રહે છે. બધા રાજ્યોમાં આ સમસ્યા સતત રહી છે. હંમેશા ફરિયાદ મળતી રહે છે કે IPS અને IFS અધિકારીઓને ઈર્ષ્યા થાય છે કે IAS અધિકારીઓ એક જ કેડરનો ભાગ હોવા છતાં તેમને જુનિયર કેમ માને છે.”સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને ખાતરી આપી હતી કે તેઓ અધિકારીઓ વચ્ચેના આવા આંતરિક સંઘર્ષોને ઉકેલવાનો પ્રયાસ કરશે.

Reporter:

Related Post