News Portal...

Breaking News :

ભાજપમાં શિસ્તભંગ થાય તેવું કોઈ કૃત્ય મેં કર્યું નથી :આશિષ જોષી

2025-05-10 13:15:43
ભાજપમાં શિસ્તભંગ થાય તેવું કોઈ કૃત્ય મેં કર્યું નથી :આશિષ જોષી


કોર્પોરેટર આશિષ જોષીએ પક્ષની છબી ખરડી પ્રા.સભ્યપદેથી બરખાસ્ત 
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનર દિલીપ રાણા સાથે ઉદ્ધત વર્તન અને ત્યારબાદ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બોટકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો પૈકી બે માતાએ ન્યાય અને સહાય માટેની માંગણી કરતી ઉગ્ર રજૂઆત કરવાના પ્રકરણમાં ભાજપના વોર્ડ નં.15 ના કોર્પોરેટર આશિષ જોષીનો હાથ હોવાની માહિતી મળતા પક્ષની છબી ખરડાઈ તેવા કાર્યો કરવા બદલ પ્રદેશ અઘ્યક્ષની સૂચનાથી વડોદરા શહેર ભાજપ પક્ષમાં મોડી રાત્રે શહેર ભાજપ પ્રમુખે આશિષ જોષીને પાર્ટીના સક્રિય અને પ્રાથમિક સભ્ય પદેથી બરખાસ્ત કર્યા છે.



‘મેં કોઇ જ શિસ્તભંગ કર્યો નથી, બોટકાંડ-પૂરના પીડિતોને મદદ કરવાથી પક્ષની છબિ વધુ સારી થઇ છે'
કયા આધારે હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો તેના જરૂરી દસ્તાવેજો આશિષ જોશીએ પક્ષ પાસેથી માગ્યા છે. શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીને આ સંદર્ભે તેમણે લેખિત રજૂઆત કરી દસ્તાવેજોની માગણી કરતા કહ્યું છે કે તમામ દસ્તાવેજો અને પક્ષની બંધારણીય જોગવાઈ અનુસંધાને હું જરૂરી કાર્યવાહી કરવા માગું છું.તેમણે વધુમાં પત્રમાં લખ્યું છે કે 25 માર્ચે મને કારણદર્શક નોટિસ આપ્યા બાદ તેનો તા.2૯ માર્ચે જવાબ આપ્યો હતો. મારા જવાબ બાદ મને આજ સુધી કોઈ ખુલાસા માટે બોલાવ્યો નથી. વડોદરામાં હરણી બોટકાંડ બાદ જાન્યુઆરી 2024 થી બોટકાંડના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે રોજે રોજ સતત પ્રયત્નશીલ રહ્યો છું. 


3 દિવસ અગાઉ મને પીડિત પરિવારજનોનો સંપર્ક સાધી કોઈપણ સંજોગોમાં આ પરિવારનો વ્યક્તિ ‘‘આપ’’ પાર્ટીના નેતાને ન મળે તે માટે સત્યેન કુલાબકરનો ફોન આવ્યો હતો, પરંતુ આ બાબતે તમારી સાથે વાત થઈ નથી જેથી પીડિત પરિવારનો સંપર્ક સાધી મુલાકાત અટકાવી શક્યો ન હતો. ભૂતકાળમાં પણ આ પરિવાર કોંગ્રેસના રાહુલ ગાંધીથી દૂર રહે અને મળે નહીં તેવા સફળ પ્રયાસ કર્યા હતા, એમ તેમણે ઉમેર્યું હતું.આ પત્રમાં તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાં શિસ્તભંગ થાય તેવું કોઈ કૃત્ય મેં કર્યું નથી. પક્ષની બંધારણીય જોગવાઈ મુજબ ડિસિપ્લિનરિ એક્શન કમિટિ દ્વારા જરૂરી તપાસ કરીને સાંભળ્યા વિના કોઈ નિર્ણય લઈ શકાય નહીં, તેમજ કમિટિએ મને કોઈ તહોમતનામું ફરમાવ્યું નથી. મારી વિરૂઘ્ધના આક્ષેપો  સંદર્ભે કોઈ દસ્તાવેજો આપ્યા નથી. શિસ્તભંગના કયા કૃત્યથી પાર્ટીની છબીને નુકસાન થયું છે તેની કોઈ જાણકારી આપી નથી. ખરેખર તો બોટકાંડના પીડિતો  અને પૂર પીડિતો માટે મદદ કરવાથી પક્ષની છબિ વધુ સારી થઈ છે.

Reporter: admin

Related Post