News Portal...

Breaking News :

વિશ્વામિત્રીને ગંદીગોબરી કરવા માટે સયાજી હોટેલ જેવા હોટેલ માલિકો પણ એટલા જ જવાબદાર હોટલ સયાજીન

2025-02-07 15:21:50
વિશ્વામિત્રીને ગંદીગોબરી કરવા માટે સયાજી હોટેલ જેવા હોટેલ માલિકો પણ એટલા જ જવાબદાર હોટલ સયાજીન


વડોદરા :વિશ્વામિત્રી નદીને દૂષિત કરવાનું ઘોર પાપ કરી રહેલી હોટલ સયાજીની દિવાલ પણ ગેરકાયદેસર છે અને આ મામલે કોર્પોરેટરે પાલિકાના કમિશનરને પત્ર પણ લખેલો છે પણ અગમ્ય કારણોસર આ મામલે કોઇ જ પગલાં લેવાયા નથી. 


ગેરકાયદેસર દિવાલ ચણીને હોટલ સયાજીના સંચાલકોએ પાલિકાને પડકાર ફેંક્યો છે કે જે થાય તે કરી લો અને પાલિકા પણ તેની સામે મિંદડી મ્યાઉ બનીને બેસી ગઇ છે. શહેરમાં સામાન્ય માણસોના ગેરકાયદેસર દબાણ હટાવવા બુલડોઝર લઇને પહોંચી જતા પાલિકાના અધિકારીઓ હોટલ સયાજીની દાદાગીરી સામે ઝૂકી ગયા છે અને તેથી જ તેમણે હિંમત કરીને દૂષિત પાણી ઠાલવવાનું શરુ કર્યું છે કારણ કે તેમને ખબર છે કે તેનું કોઇ કશું ઉખાડી શકવાનું નથી.પાલિકા અને જીપીસીબી પણ હોટલ સયાજીની દાદાગીરી સામે લાચાર બને છે.હોટલ સયાજી દ્વારા એનજીટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે પણ પાલિકા અને જીપીસીબી દ્વારા હોટલ સયાજીને છાવરવામાં આવી રહી છે. 


હોટલ સયાજીના સંચાલકો પાલિકા અને જીપીસીબીને ઘોળીને પી ગયા છે અને કોઇને ગાંઠતા નથી તે વાત ચોક્કસ છે. પાલિકા દ્વારા વિશ્વામિત્રી શુદ્ધીકરણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત હવે નદીમાંથી સફાઇ કરીને નદીને પહોળી કરવાનું આયોજન કરાયું છે પણ હોટલ સયાજી જેવા તત્વો પાલિકાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે. મુખ્યમંત્રી જાતે વડોદરાના લોકોને પૂરની સ્થિતીમાંથી રાહત મળે તે માટે પ્રયાસો કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટનો અમલ કરાવી રહ્યા છે પણ હોટલ સયાજી દ્વારા આ પ્રકારે બિન્ધારત બનીને દૂષિત પાણી ઠાલવીને નદીને વધું ગંદી બનાવી રહ્યા છે ત્યારે પાલિકાએ હવે ઉઘ ઉડાડવી પડશે.


Reporter: admin

Related Post