News Portal...

Breaking News :

હોલિવૂડ એક્ટર જીન હેકમેનનું શંકાસ્પદ હાલતમાં મોત ફ્લેટમાંથી પત્ની અને કૂતરાનાં મૃતદેહ પણ મળી આ

2025-02-27 20:10:36
હોલિવૂડ એક્ટર જીન હેકમેનનું શંકાસ્પદ હાલતમાં મોત ફ્લેટમાંથી પત્ની અને કૂતરાનાં મૃતદેહ પણ મળી આ


ન્યૂ મેક્સિકો: ઓસ્કર એવોર્ડ વિજેતા અને 95 વર્ષીય અમેરિકન એક્ટર જીન હેકમેનનો મૃતદેહ ન્યૂ મેક્સિકોના સાન્ટા ફે સ્થિત તેમના ઘરેથી મળી આવ્યો છે. 


શંકાસ્પદ બાબત એ છે કે તેની પત્ની, બેટ્સી અરાકાવા અને તેમનો કૂતરો પણ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. છ દાયકાની કારકિર્દીમાં આ એક્ટરે બે એકેડેમી એવોર્ડ, બે બાફ્ટા, ચાર ગોલ્ડન ગ્લોબ અને એક સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ જીત્યા છે.સાન્ટા ફે શેરિફ અદાન મેન્ડોઝાએ બુધવારે મધ્યરાત્રિની આસપાસ અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી. મેન્ડોઝાએ પ્રેસ એસોસિએશન ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે હાલમાં કોઈ ગેરરીતિના સંકેતો નથી. મૃત્યુનું કારણ આપ્યા વિના, તેમણે કહ્યું - હું ફક્ત એટલું જ કહી શકું છું કે અમે તપાસ શરૂ કરી દીધી છે અને સર્ચ વોરંટની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.

60 વર્ષના જીન હેકમેન એક જાણીતા હોલિવૂડ સ્ટાર હતા. 1930 માં જન્મેલા હેકમેન તેમના કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મોમાં દેખાયા હતા. હેકમેન 1970 અને 1980 ના દાયકામાં અસંખ્ય ફિલ્મોમાં દેખાયા હતા, જેમાં સુપરમેન ફિલ્મોમાં લેક્સ લ્યુથરની ભૂમિકાનો સમાવેશ થાય છે.હેકમેને 1971માં વિલિયમ ફ્રીડકિનની થ્રિલર ફિલ્મ 'ધ ફ્રેન્ચ કનેક્શન'માં જીમી 'પોપાય' ડોયલની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર જીત્યો હતો. 1992માં, તેમણે ક્લિન્ટ ઇસ્ટવુડની પશ્ચિમી ફિલ્મ 'અનફોરગીવન'માં લિટલ બિલ ડેગેટની ભૂમિકા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની શ્રેણીમાં ઓસ્કાર જીત્યો.જીન હેકમેન 1980 થી ન્યુ મેક્સિકોના સાન્ટા ફેમાં તેમની પત્ની સાથે રહેતા હતા. તેમણે 1991માં બેટ્સી અરાકાવા સાથે લગ્ન કર્યા. જીને બે વાર લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો હતાં.

Reporter: admin

Related Post