ટિકીટની લાલચ તો જુઓ, વિજય પવાર પણ નિષ્ઠુર બની ગયા
હોડીકાંડનાં પીડિતાઓને હેરાન કરવાનો હવાલો પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કોઈ નેતાને ઈશારે લીધો લાગે છે.

હરણી બોટકાંડના પીડિતોને ન્યાય મળે તેવું ખરેખર કોઇ નેતા ઇચ્છતું જ નથી. પીડિતોને રીતસર સરકારી વિભાગો દ્વારા હેરાન પરેશાન કરાઇ રહ્યા છે. કોર્પોરેશન અને વડોદરા પોલીસ તો હેરાન કરે જ છે તે જગજાહેર છે પણ હવે વડોદરાના મામલતદાર પણ હરણી બોટકાંડના પીડિતોને હેરાન પરેશાન કરવા આગળ આવ્યા છે. મામલતદારે રાજા રાણી તળાવની આસપાસ રહેતા રહિશોને નોટિસ આપી દંડનિય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે, આ જ સ્થળે હરણી બોટકાંડની પીડિત મહિલા રોશની શિંદે અને તેમનો પરિવાર રહે છે. જો કે હોડી કાંડનાં આરોપીઓને હેરાન કરવાનો હવાલો પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કોઈ નેતાને ઈશારે લીધો છે. વોર્ડ નંબર 14 માંથી જો ટિકિટ ના મળે તો વોર્ડ નંબર 15 માંથી મળી જાય તેવી આશા સાથે તે આ ગોરખ ધંધા કરી રહ્યો છે. ઉંમરનાં બાધને કારણે આમ પણ પવારને ટીકીટ નથી મળવાની તે વાત નક્કી છે.ગઈ ટર્મમાં રાજુભાઈ અને ભાર્ગવભાઈએ વિજય પવારને ટીકીટ ના મળે તેવો પહેલેથી જ તખ્તો ગોઠવી દીધો હતો.30-40 વર્ષથી આ કોઈ દબાણ દેખાયા નહીં. મુખ્યમંત્રીને અને સંગઠનને ખુશ કરવા માટે આ વિષય પૂર્વ કાઉન્સિલર વિજય પવારે ઉપાડ્યો લાગે છે.મામલતદારે ભોગ બનેલાઓને નોટિસ આપી. મામલતદાર કે કલેક્ટર હોડી કાંડમાં આપવાનું થતું વળતર અપાવી શકતા નથી, પણ નોટિસ આપાવી શકે છે. દયાહીન-નિષ્ઠુર અધિકારીઓને રાજ્ય સરકારે ઈનામ આપવાની જાહેરાત કરી છે ?
ઝુંપડાવાસીઓને મામલતદારે જે નોટિસ આપી...
આ ઝુંપડાવાસીઓને મામલતદારે જે નોટિસ આપી છે તેમાં આ વિસ્તારના રહીશોને જણાવાયું છે કે સરકારી સદરના સર્વે નંબર 849 વાળી સરકારી જમીનમાં સામાવાળાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દબાણ કરાયું હોવાની હકિકત બહાર આવી છે જેથી તપાસના કામે આ દબાણ અંગે 19 તારીખે બપોરે 3 વાગે નર્મદા ભવન મામલતદાર કચેરી વડોદરા શહેર (પુર્વ) ખાતે હાજર રહેવું . આ નોટિસ આ વિસ્તારના રહીશો ને અપાઇ છે જેમાં પીડિત રોશની શિંદે નો પણ સમાવેશ થાય છે.
વિજય પવાર પણ માનવતા ભુલ્યા...
પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મીડિયાને કહ્યું હતું કે આ અજબ તળાવ છે. સયાજીરાવ સરકારમાં બનેલું તળાવ છે. ચાર દરવાજાનું ચોમાસાનું પાણી તળાવમાં આવે છે. ત્યાં ગેરકાયદેસર બ્રિજ બન્યો છે. બ્રિજના પિલ્લર પણ તળાવમાં છે. જે તે સમયે મેં કમિશનરને રજૂઆત કરી હતી. તોડવાની વ્યવસ્થા કરાઇ હતી પણ પૂર્વ ઝોનના કોઇ નેતા અને અધિકારી વચ્ચે ઝઘડો થતાં તોડવાનું રહી ગયું હતું.. તળાવની અંદર અને ફીડર લાઇનની ઉપર 500થી 600 ઝુંપડા છે. ઝુંપડાનું રાજકારણ રમાઇ રહ્યું છે. તળાવ 20 વર્ષથી ભરાતું નથી. ચંડોળાનું ડિમોલેશન થયું. હું 2016થી હું આ બાબતે લડતો હતો. આ પ્રમાણે ઝુંપડપટ્ટી દુર કરો. આ તળાવને સુરસાગર જેવું બનાવી દો તો વિસ્તારને ચાર ચાંદ લાગી જાય .

બિચારા પીડિતોને ક્યાં ખબર હતી કે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ભુલ બદલ આશરો ખોવો પડશે ?
પોતાના સંતાનો ગુમાવનારા આ પરિવારને એવી ક્યાં ખબર હતી કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની આટલી મોટી સજા મળશે તેઓ તો તેમને દોઢ વર્ષથી ન્યાય નથી મળતો તેથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમની રજૂઆત સ્થાનિક ધારાસભ્ય કે નેતાઓએ ના સાંભળી એટલે તેમને છેક મુખ્યમંત્રી સુધી જવું પડ્યું હતું પણ આ નેતાઓ એટલા નિર્દય બન્યા કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ભૂલ બદલ પીડિતોનો આશરો છીનવાઈ રહ્યો છે.વડોદરાની જનતા હરણી બોટ કાંડ ના પીડિતોને જે રીતે ન્યાય મેળવવા માટે હેરાન કરાવી રહ્યા છે તે જોઈ રહી છે અને પ્રજા અને ભગવાન પીડિતોને હેરાન કરનારને ક્યારેય માફ નહીં કરે એ ચોક્કસ વાત છે દુશ્મન પણ આવું કૃત્ય ના કરી શકે તેવું કૃત્ય આજના શાસકોએ કર્યું છે તે ચોક્કસ છે.
દયાહીન-નિષ્ઠુર અધિકારીઓને રાજ્ય સરકારે ઈનામ આપવાની જાહેરાત કરી છે ?
30-40 વર્ષથી આ કોઈને દબાણ દેખાયા નહીં. મુખ્યમંત્રીને અને સંગઠનને ખુશ કરવા માટે આ વિષય પૂર્વ કાઉન્સિલર વિજય પવારે ઉપાડ્યો લાગે છે.મામલતદારે ભોગ બનેલાઓને નોટિસ આપી. મામલતદાર કે કલેક્ટર હોડી કાંડમાં આપવાનું થતું વળતર અપાવી શકતા નથી, પણ નોટિસ આપાવી શકે છે. દયાહીન-નિષ્ઠુર અધિકારીઓને રાજ્ય સરકારે ઈનામ આપવાની જાહેરાત કરી છે ?
અમારે કોની પર ભરોસો રાખવો
બે વાર નોટિસ અમને આપી છે કે સરકારી જગ્યા પર તમે દબાણ કરીને રહો છો. અમે વસાહતમાં 40થી 45 વર્ષથી રહીએ છીએ અમારી પાસે બધા. લાઇટ બિલો છે. કોર્પોરેશને તમામને ફેમિલ કાર્ડ આપેલા છે. 40 વર્ષથી રહીએ છીએ. બાકીના બિચારા લોકો ક્યાં જશે. પોલીસવાળા હાઉસ એરેસ્ટ કરે છે. અમને હેરાન કરાઇ રહ્યા છે. આશિશ ભાઇ અમને સાથ આપતા હતા. તેમને સસ્પેન્ડ કર્યા. અમારે કોની પર ભરોસો રાખવો
સરલા શિંદે, હરણી કાંડના પીડિત માતા
Reporter: