બોડેલીના જોજવા ખાતે મરચા પાવડર બનાવવાનું કારખાનું આવેલું છે. જ્યાં ભેળસેળ હોવાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ગાંધીનગરની ટીમે દરોડો પાડીને મરચા પાવડર અખાદ્ય કલર અને ઓલિયોરેઝીનની ભેળસેળ કરતી ફેકટરી ઝડપી પાડી 4027 કિલોગ્રામ મરચા પાવડરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના જોજવા ખાતે મયુદ્દીનભાઈ નુંરમોહમ્મદભાઈ ખત્રીનું મરચા પાવડર બનાવવાની ફેકટરી આવેલી છે. જ્યાં મરચા પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝીનની ભેળસેળ કરવામાં આવતી હોવાની માહિતી મળતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમ દ્વારા દરોડો પાડીને સઘન તપાસ હાથ ધરતા મરચું પાવડર અખાદ્ય કલર અને ઓલિયો રેઝીનની ભેળસેળ કરવામાં આવતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમને તપાસ દરમિયાન સ્થળ પરથી અખાદ્ય લાલ કલર 25 કિલોગ્રામ તથા Capsicum Oleoresinનો 9 કિલોગ્રામ જથ્થો સ્થળ પરથી મળી આવ્યો હતો.
Reporter: News Plus