News Portal...

Breaking News :

વડોદરામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા ફાયરની ગાડીઓ દોડતી થઈ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યાં

2024-05-05 18:42:51
વડોદરામાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા ફાયરની ગાડીઓ દોડતી થઈ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યાં


વડોદરા નજીક રતનપુરમાં પ્લાસ્ટિકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ બનાવ પ્લાસ્ટિક કંપનીમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવને લઇ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સેવાને કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમો પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને ત્રણ કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં મેળવવામાં સફળતા મળી હતી.


આગના કારણે અફરાતફરી મચી ડભોઇ રોડ પર અક્ષય સિટી જય એસ્ટેટમાં આવેલી ખાનગી કંપનીમાં ભીષણ આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગના બનાવને લઇ તાત્કાલિક 3 ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો છે અને હજુ કામગીરી ચાલી રહી છે. આ આગ ક્યા કારણોસર લાગી છે તેનું કારણ હજુ અકબંધ છે.આગનું વિકરાળ સ્વરૂપ ધારણ આ આગ લાગતાની સાથે જ આસપાસ આવેલા ગોડાઉનમાં પણ અફરાતફરી મચી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સમાચાર હજુ સુધી નથી પરંતુ કંપનીમાં પ્લાસ્ટિક મટિરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવમાં હાલમાં વડોદરા ફાયર વિભાગની 3 સ્ટેશનની ટીમો કામ કરી રહી છે. આ આગના બનાવને લઇ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.


આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ આ અંગે પાણીગેટ ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ આગ લાગતાની સાથે જ પાણીગેટ અને ERC ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમોએ ત્રણ કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં લીધી હતી.

Reporter: News Plus

Related Post