અકોટા દાંડિયાબજાર બ્રિજ પરગત તા. ૧૮ મી એપ્રિલે મોડીરાતે મોપેડ પાર્ક કરીને રોડની સાઇડ પર ઉભા રહીને વાતો કરતા ચાર વિદ્યાર્થીઓને પૂરઝડપે આવતી કારના ચાલકે અડફેટે લઇ હવામાં ફંગોળ્યા હતા.
આ બનાવમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં પકડાયેલી કલ્પ ની મંગેતર સૃષ્ટિ દેસાઇ જામીન પર છૂટયા પછી વિદેશ જતી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે.ગત તા. ૧૮ મી એપ્રિલે મોડીરાતે અકટા દાંડિયાબજાર બ્રિજ પર વિદ્યાર્થિની આસ્થા તેની મિત્ર રક્ષંદાના મોપેડ પર બેસીને અકોટા બ્રિજ પર ગયા હતા. ત્યાં મોપેડ પાર્ક કરીને પાળી પર બેસીને તેઓ વાતો કરતા હતા. રાતના સવા બાર વાગ્યે નવલખી રોડ તરફથી એક કાર પૂરઝડપે આવી હતી. કાર ચાલકે મોપેડને ટક્કર મારી હતી. તેના કારણે આસ્થાને ફંગોળાઇને પડી હતી. જ્યારે થોડે દૂર મોપેડ પાર્ક કરીને વાતો કરતા પ્રીતિ શર્મા અને આકાશને પણ કાર ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર પણ પાળી સાથે ધડાકાભેર અથડાઇ હતી અને રોડ પર ત્રણ વખત પલટી ખાઇ ગઇ હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ,આકાશનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આકાશ પારુલ યુનિવર્સિટીમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતો હતો. આ અંગે અકોટા પોલીસે કાર ચાલક કલ્પ કનકભાઇ પંડયા ( રહે. વાડી ભાટવાડા )ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જેલમાં ગયેલા કલ્પ પંડયાએ જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ગુના પછી આરોપીની વર્તણૂંક પસ્તાવા રહિતની છે. આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટનો પણ ગુનો નોંધાયો છે. આવા ગુનામાં જામીન અરજીના મંજૂર કરવામાં આવે.આ ઘટનામાં દાખલ થયેલા પ્રોહિબિશનના કેસમાં કલ્પ ની મંગેતર સૃષ્ટિ દેસાઇ પણ સહઆરોપી હતી. તેને કોર્ટ ફરમાવે ત્યારે હાજર રહેવાનું જણાવવા છતાંય તે વિદેશ જતી રહી હોવાનું જાણવા મળ્યું છે.
Reporter: News Plus