News Portal...

Breaking News :

સાવલી તાલુકામાં બાજરી અને કેરીના ઉભા પાકને વ્યાપક નુકસાન થી ખેડૂત ચિંતત.

2025-05-06 16:35:32
સાવલી તાલુકામાં બાજરી અને કેરીના ઉભા પાકને વ્યાપક નુકસાન થી ખેડૂત ચિંતત.


સોમવારે વાવાઝોડા સાથે થયેલા વરસાદને પગલે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલા પાકને વ્યાપક નુકસાન પહોંચતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 


સાવલી તાલુકાના ખેડૂતોએ કેરીઅને બાજરી ના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અચાનક વાવાઝોડા સાથે વરસાદને કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવે તેવો ઘાટ સર્જાયો છે. જોકે વાવાઝોડા સાથે વરસાદ માં એક તરફ ઘરના પતરાં ઉડયા બીજી બાજુ બાજરીના તથા કેરીના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. સાવલી તાલુકાના રાસાવાડી ગામમાં ખેડૂત એ વાવેલો બાજરીનો પાક નમી ગયો છે. અને આંબા ને પણ ભારે નુકસાન થયું છે. સાવલી તાલુકામાં સામાન્ય રીતે ઉનાળુ બાજરી. ડાંગર ઉપરાંત કેરી વગેરેની ખેતી કરાય છે.


ત્યારે સાવલી તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ડાંગર .કપાસ. બાજરી .કેરી જેવા અનેક પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. સાવલી તાલુકાના રાસાવાડી ગામ ના ખેડૂતે કહ્યું હતું કે મારા ખેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. મારા ઘરના પતરાં ઉડી ગયા છે. અને મારા ખેતરમાં બાજરીનો પાક પણ નમી ગયો છે. અને વાવાઝોડાના કારણે આંબાની કેરીઓ પણ નીચે પડી ગઈ છે. અને મારા ઘરની પાછળથી વીજ પ્રવાહના વાયરો  પતરા ના શેડ પડવાથી દબાઈ ગયા છે. વીજ વાયરો તૂટી પડવાથી અહીંયા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતની એક જ માંગ છે કે ખેડૂતલક્ષી સરકાર અમને મદદ કરે

Reporter:

Related Post