બોલન : પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બોલનમાં જઈને એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 100 થી વધારે લોકોને બંધક બનાવ્યા છે.
આ સાથે ચેતાવણી પણ આપી છે કે, જો તેમની સામે કોઈપણ પ્રકારનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું તો તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. અત્યાર સુધી છ સૈન્યકર્મીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં 120 મુસાફરો સવાર હતાં.
Reporter: admin