News Portal...

Breaking News :

યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

2025-03-01 14:41:06
યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો


યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (યુ ઈ બી ),દ્વારા તા 27/02/2025 ના રોજ રોજગાર ભરતી મેળો યોજવામા આવ્યો  


જેમા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો  (યુઈબી) ,કમાટી બાગની સામે ,યુનીવર્સીટી ગેસ્ટ હાઉસની બાજુમા  ,વડોદરા ખાતેના રોજગાર ભરતી મેલામા બી. ઈ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ , કેમિકલ ,બી.  ફાર્મ,એમકોમ,એમબીએ,એમ . એસ .સી , જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની ૫૦ થી વધુ વેકન્સી માટે  ૬  નોકરીદાતાએ (અમી લાઈફ સાયન્સ, શયમિલ લેબોરેટરી , ટેલેન્ટ એમપાવર, એમપાઈ કન્સ્ટ્રક્શન , ફ્યુચર પ્લેસમેન્ટ સર્વિસ , લેકટોસ  ઈન્ડિયા લિમિટેડ,)હાજર રહીને પ્રોડક્શન ઓફિસર, પ્રોડક્શન કેમિસ્ટ, ક્વોલિટી  કંટ્રોલ ઓફિસર, પ્રોડક્શન એકજએક્યુટિવ ,સિનિયર ઓફિસર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર,, ગ્રેજ્યુએટ એન્જિ.ટ્રેઇની,  એચ. આર , ફાઇનાન્સ વગેરે જેવી જગ્યાઓ માટે   ૧૮  જેટલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા 


જેમાં ૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી અને ઉમેદવારોને  ફ્રીમા કાઉન્સેલીંગ સેવા ,ઓવરસિજ સેમિનાર તેમજ મોક ઈન્ટરવ્યુ માટે "GROOMING TOPIC ",ઉપર તજજ્ઞ વકતા દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ ,તેમજ નાયબ વડા અલ્પેશ ચૌહાણ અને  કાઉન્સેલર દ્વારા  ઉમેદવારોને  રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ,એનસી એસ પોર્ટલ તેમજ સ્વરોજગારલી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ

Reporter:

Related Post