News Portal...

Breaking News :

નશામાં ધૂત રાજપીપળાના PSI વાય એચ પઢીયારે કાયદાના લીરેલીરાં ઉડાવ્યા, અકસ્માતોની વણજાર સર્જી

2025-05-26 11:01:47
નશામાં ધૂત રાજપીપળાના PSI વાય એચ પઢીયારે કાયદાના લીરેલીરાં ઉડાવ્યા, અકસ્માતોની વણજાર સર્જી


જીએસએફસી પાસે પીએસઆઇએ 2 મહિલા પોલીસ કર્મીની એક્ટિવા જીએસટી કમિશનરની કાર તથા યુવકની કારને અડફેટમાં લીધી

વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે 24 મેની રાતે કાળા કલરની બ્રેઝા કારે નશામાં ધૂત રહેલા રાજપીપળામાં ફરજ બજાવતા PSI વાય એચ પઢીયારે અમદાવાદના GST એડિશનલ કમિશનરની કાર, બે મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને એક યુવકની એક્ટિવાને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતા કારમાંથી એક ખાખી વર્ધીમાં PSI જોવા મળ્યાં હતા. કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની જેમની જવાબદારી છે તેવા પીએસઆઇ પઢિયાર ખાખી વર્ધીમાં જ નશો કરીને કાર ચલાવતા હોવાનું બહાર આવતા લોકોમાં ભારે ગુસ્સો પણ જોવા મળ્યો હતો. બ્રેઝા કારથી અકસ્માત સર્જનાર પી.એસ.આઇ વાય. એચ. પઢીયાર એટલી હદે નશામાં હતા કે, તેણે રાહદારી યુવકો સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલો મળી આવી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે, નશામાં પી.એસ.આઇ વાય.એચ પઢીયાર રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓ હાલ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા.યુવકોએ ઉતારેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કારની અંદર દારૂની બોટલો પડેલી છે અને કેટલાક યુવકો બોલતા જોવા મળે છે કે, કારમાં ફૂલ દારૂ ભરેલો છે. આ સમયે નશામાં રહેલો PSI ઊભો થવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં હાજર યુવકો તેને બેસાડી દે છે. એક યુવક કહે છે કે, મને અડશો નહીં, તમે મારી એક્ટિવાને ઠોકી છે. આ સમયે પીએસઆઇ ઉભો થઈને આગળ જાય છે તો લોકો તેને રોકે છે. આ સમયે પીએસઆઇ એ એક યુવક સાથે ઝપાઝપી કરી હતી. નશામાં PSI પઢીયારે એક GST એડિશનલ કમિશનરની કાર, બે મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને એક યુવકની એક્ટિવાને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને મહિલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. છાણી પોલીસે અકસ્માત, દારૂ પીધાનો અને ગાડીમાંથી દારૂ મળી આવવા મામલે ગુનો નોંધ્યો છે.


કારમાં દારુની બોટલ હોવાનો વીડિયો વાયરલ...
અમદાવાદના જીએસટી કમિશનર ડી વી ત્રિવેદી ની કાર ઉપરાંત આ ગાડીએ જવાહર નગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર વખતે લઈ જવામાં આવી હતી. જે સમય અકસ્માત સર્જાયો હતો ત્યારે રાજપીપળા ના ટ્રાફિકના પી.એસ.આઇ નશાની હાલતમાં ધૂત હોય તેવા દ્રશ્યો જાહેર જનતાએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા. તેમની ગાડીમાં દારુની બોટલ હોય તેવા પણ વિડિયો લોકોએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા. 



PSI વાય. એચ. પઢીયારે નશો કર્યો હતો...
આ મામલે ઝોન-1ના DCP જૂલી કોઠીયાએ જણાવ્યું હતું કે, આજે GSFC અકસ્માત થયો છે અને લોકોની ભીડ જમા થઈ છે, તેઓ મેસેજ મળતા છાણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને ખબર પડી હતી કે કોઈ પોલીસ અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર PSI વાય. એચ. પઢીયાર રાજપીપળા ખાતે ફરજ બજાવે છે. તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક રીતે જોવા મળે છે કે, તેને નશો કરેલો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેના જિલ્લા એસપીને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય તપાસ કરવામાં આવશે.

જૂલી કોઠીયા,  DCP -ઝોન-1
બોક્સ ગૃહ વિભાગે પીએસઆઇ પઢિયારને સસ્પેન્ડ કર્યા...
નર્મદા જિલ્લાના ટ્રાફિક વિભાગના PSI વાય.એચ.પઢિયારે નશો કરેલી હાલતમાં કાર ચલાવી વડોદરામાં અકસ્માત સર્જતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કાયદો વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે અને પ્રોહિબીશનનો અમલ કરાવવાની જેમની જવાબદારી છે તેવા પીએસઆઇ પઢિયારે ખાખી વર્ધીમાં જ ખુદ નશો કરીને કાર ચલાવી હતી. છાણી પોલીસે આ મામલે ગુનો નોંધી પીએસઆઇ પઢિયારની ધરપકડ કરી હતી. આ ઘટનાના ઉચ્ચ કક્ષાએ પણ ગંભીર પડઘા પડ્યા છે. ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી પીએસઆઇને ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો હતો અને ખાતાકીય તપાસના પણ આદેશ કર્યા હતા.

પૂરમાં સારી કામગિરી બદલ પીએસઆઇ પઢિયારનું સન્માન પણ કરાયું હતું...
આ પહેલા આ પીએસઆઇ પઢિયાર વડોદરા શહેરના કારેલીબાગ અને બાપોદ સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે. વડોદરા શહેરમાં વર્ષ-2019માં આવેલા પૂરની સ્થિતિમાં સારી કામગીરી કરવા બદલ તત્કાલિન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રશંસાપત્ર આપીને PSI યોગેન્દ્રસિંહ હરીસિંહ પઢીયારનું સન્માન કર્યું હતું. તે વખતે પીએસઆઇ પઢિયાર કારેલીબાગ પોલીસમાં ફરજ બજાવતો હતો. જો કે, હવે તેણે દારુ પીને અકસ્માત કરીને લોકોના જીવને જોખમમાં મુક્યા છે. જેથી નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ તેને સસ્પેન્ડ કર્યો છે અને તેની સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Reporter:

Related Post