News Portal...

Breaking News :

ગુજરાતના નવસારીના દરિયાકાંઠેથી 30 કરોડની કિંમતનું ડ્રગ જપ્ત

2024-08-15 18:56:40
ગુજરાતના નવસારીના દરિયાકાંઠેથી 30 કરોડની કિંમતનું ડ્રગ જપ્ત

 નવસારી: જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં દરિયા કિનારા પરથી અંદાજે ₹30 કરોડની કિંમતનો ગેરકાયદેસર ડ્રગ નો જથ્થો જપ્ત કર્યો છે.
નવસારી જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં ડ્રગ મળ્યું હતું.
આ કાર્યવાહી વલસાડ અને સુરત શહેર પાસેના દરિયા કિનારાના વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી., એસ.ઓ.જી. અને દરિયાઈ કાંઠો ધરાવતા મરોલી, ગણદેવી, બીલીમોરા, તથા જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

આ ઓપરેશન દરમિયાન જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓખાજામના ચાંગલી દુનિયાથી દાંડી તરફના દરિયા કિનારે આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી ગેરકાયદે માદક પદાર્થ પેકેટ નંગ ૫૦ જેનું કુલ વજન ૫૦ કિલો જપ્ત કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post