ખ્યાતિ હોસ્પિટલ અને તેના માલિકના એક પછી એક મોટા કાંડ પણ સામે આવી રહ્યાં છે. પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાં જ આ અગાઉ આચરવામાં આવેલું આવું જ કૃત્ય સામે આવ્યું,
જેમાં પણ પરિવારજનોની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી દેવાથી દર્દીના મોત નિપજ્યા હતાં. હવે ખ્યાતિ ગ્રુપના માલિક કાર્તિક પટેલનું જમીન કૌભાંડ પણ સામે આવ્યું છે.700 થી 900 કરોડનું જમીન કૌભાંડ ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટીના ડૉક્ટર કાર્તિક પટેલે ભાડજ પાસે છ લાખ વાર જમીનમાં 650 પ્લોટની સ્કીમ મૂકીને કોરાણકારો પાસે કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સાંતેજની ભાગોળે ધી પાર્ક લેન્ડ એવન્યુમાં 650 પ્લોટની સ્કીમમાં જમીન ખરીદનારાઓ પાસે પૈસા લઈ લીધા છે, પરંતુ તેમને દસ્તાવેજ કરી આપ્યા નથી. જેમાં સહકારી મંડળીના કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ રીતે કાર્તિક પટેલે 700 થી 900 કરોડનું કૌભાંડ આચર્યું છે.
Reporter: admin