News Portal...

Breaking News :

પાકિસ્તાની હિન્દુઓની દિવાળી સુધરી: સરકારે ૧૦-૧૦હજાર આપવાનું એલાન

2024-10-24 14:29:33
પાકિસ્તાની હિન્દુઓની દિવાળી સુધરી: સરકારે ૧૦-૧૦હજાર આપવાનું એલાન


પંજાબ :  એક બાજુ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના સમાચારો ખૂબ જ સામાન્ય છે, તો બીજી બાજુ હવે પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે તેમના પક્ષમાં મોટો નિર્ણય લીધો છે. 


દાવો કરવામાં આવી રહ્યો છે કે મરિયમ નવાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાનની પંજાબ સરકાર ગુરુ નાનક જયંતિ અને દિવાળી પહેલા રાજ્યના 2,200 શીખ અને હિન્દુ પરિવારોને 10,000 પાકિસ્તાની રૂપિયા (ભારતના લગભગ 3 હજાર) આપશે. આ ઉપરાંત બલૂચિસ્તાન સરકારે પણ મોટું એલાન કરતા દિવાળીના અવસર પર હિન્દુ કર્મચારીઓ માટે 3 દિવસની રજાની જાહેરાત કરી છે.


એક અહેવાલ પ્રમાણે પંજાબ સરકારના એક પ્રવક્તાએ જણાવ્યું કે, 'મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, આપણા હિન્દુ અને શીખ ભાઈઓને તહેવાર કાર્ડ વહેંચવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દો. આ વર્ષની શરૂઆતથી આ 2,200 પરિવારોને ''તહેવાર કાર્ડ'' કાર્યક્રમના ભાગરૂપે વાર્ષિક નાણાકીય મદદ મળશે. પાકિસ્તાનની પંજાબ સરકાર રાજ્યના 2,200 શીખ અને હિન્દુ પરિવારોને ગુરુ નાનક જયંતિ અને દિવાળી ઉજવવા માટે 10,000 પાકિસ્તાની રૂપિયા (લગભગ 3,000 ભારતીય રૂપિયા) આપીને તહેવાર કાર્ડ આપશે.'

Reporter: admin

Related Post