News Portal...

Breaking News :

ડિજિટલ ફાઈનાન્સિયલ ફ્રોડ મારફત લોકોએ રૂ. 10319 કરોડ ગુમાવ્યા

2024-05-20 12:45:44
ડિજિટલ ફાઈનાન્સિયલ ફ્રોડ મારફત લોકોએ રૂ. 10319 કરોડ ગુમાવ્યા


ટેલિકોમ કંપનીઓ 18 લાખથી વધુ સીમ કાર્ડ ડિસ્કનેક્ટ કરશે  સાયબરક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ, 2023માં ડિજિટલ ફાઈનાન્સિયલ ફ્રોડ મારફત લોકોએ રૂ. 10319 કરોડ ગુમાવ્યા છે. 2023માં આ મામલે 694000 ફરિયાદો નોંધાઈ હતી.

ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમમાં સતત વધારો થતાં કેન્દ્ર સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યુ છે, જેમાં ટેલિકોમ પ્રોવાઈડર્સને સાયબર ક્રાઈમ કરતાં 18 લાખથી વધુ મોબાઈલ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવા ભલામણ કરી છે. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરી એક જ હેન્ડસેટ અથવા તો વિવિધ સીમ કાર્ડ મારફત ફાઈનાન્સિયલ ફ્રોડ અને સાયબર ક્રાઈમને ઓળખી કાઢવામાં આવ્યા છે. જેના મોબાઈલ નેટવર્ક રદ કરવામાં આવશે.મીડિયા સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે, સાયબર ગુનેગારો સિંગલ હેન્ડસેટ પરથી જ હજારો મોબાઈલ કનેક્શનનો ઉપયોગ કરી લોકોને છેતરી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા 9 મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, ટેલિકોમ કંપનીઓએ 28220 મોબાઈલ ફોન્સ ડિએક્ટિવેટ કર્યા છેતેમજ આ ફોન સાથે જોડાયેલા ફ્રોડ મામલે 20 લાખથી મોબાઈલ કનેક્શન પર તપાસ હાથ ધરવામાં આવી છે.એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, અમુક કેસોમાં માત્ર 10 ટકા જ કનેક્શન્સ વેરિફાઈ થઈ શક્યા છે. બાકીના રિ-વેરિફિકેશનમાં ફેઈલ જતાં ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. 

આ પગલું દેશભરમાં મોબાઈલ ફોન સાથે સંકળાયેલા સાયબર ક્રાઈમની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યું છે.નેશનલ સાયબરક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ, 2023માં ડિજિટલ ફાઈનાન્સિયલ ફ્રોડ મારફત લોકોએ રૂ. 10319 કરોડ ગુમાવ્યા છે. 2023માં આ મામલે 694000 ફરિયાદો નોંધાઈ હતી.ટેલિકોમ કંપનીઓ અને લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી દ્વારા તપાસમાંથી છટકવા કૌંભાંડીઓ સામાન્ય રીતે અન્ય ટેલિકોમ સર્કલ્સમાંથી સીમ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે, ઓરિસ્સા અને આસામ સર્કલનું સીમ દિલ્હી એનસીઆરમાં વપરાઈ રહ્યું હોય. તેઓ તે સીમ કાર્ડ પરથી ખૂબ ઓછા કોલ્સ કરે છે, અને બાદમાં સીમ તુરંત બદલી નાખે છે. જો એક જ સીમ કાર્ડથી અનેક આઉટગોઈંગ કોલ્સ થાય તો તે ટેલિકોમ કંપની દ્વારા ઝડપાઈ જાય છે.ગતવર્ષે સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા 2 લાખ સીમ કાર્ડ ડિએક્ટિવેટ કરવામાં આવ્યા હતા. જેમાં મેવાત, હરિયાણામાં 37000થી વધુ સીમ કાર્ડ ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા હતા. રોમિંગ ડિટેક્શન સિસ્ટમ દ્વારા ટેલિકોમ કંપનીઓ અન્ય સર્કલના સીમકાર્ડનો ઉપયોગ કરતાં લોકોની તપાસ કરે છે.

Reporter: News Plus

Related Post