આજે નાગ પાંચમી નિમિતે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ નાગ નાગણ મંદિર ખાતે ભગતો એ નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
શ્રાવણ માસ શુક્રવારને નાગ પાંચમ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં નાગ પાચમ આવે છે અને નાગ પાંચમના દિવસે નાગ દાદાની પૂજા કરવામાં આવે છે નાગ દાદાને પૂજા કરવાથી તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે જેને લઈને નાગ પાંચમે પૂજા કરવામાં આવે છે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મોનાલીસા કોમ્પલેક્ષ પાસે 2002 ના સમય દરમિયાન એક કાર ચાલક થી નાગદાદા ઉપર ગાડી ચડી જતા નાગનું મૃત્યુ થયું હતું અને ત્યાં નાગને પણ તેનો પ્રાણ નો ત્યાગ કર્યો હતો
અને માંજાલપુર વિસ્તારના અને ગામજનોએ એકત્રિત થઈને માંજલપુરમાં નાગ નાગણનું મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી દરેક નાગ પંચમીના દિવસે ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને દર્શન કરી મન્નત માંગી તેમની મન્નતો પૂર્ણ થાય છે. નાગદાદાને દૂધ કૂલર પુષ્પ ફળ ફ્રુટ ધરાવીને નાગ પંચમીની પૂજા કરવામાં આવે છે
Reporter: admin