નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી જામીન મળ્યા છે. અગાઉ તેમને ચૂંટણીમાં પ્રચાર માટે 21 દિવસના જામીન મળ્યા હતા. 20મી જૂને રાઉઝ એવેન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.આ અગાઉ તેમને વચગાળાના જામીન મળ્યા હતા.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. આ પહેલા કોર્ટે તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. જોકે આ પછી તેને ફરીથી જેલમાં જવું પડ્યું હતું.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને ગુરુવારે દારૂનીતિ કૌભાંડ કેસ મામલે રાહત મળી ગઈ છે. કોર્ટે એક લાખ રૂપિયા બોન્ડના બદલામાં કેજરીવાલને જામીન આપ્યા હતા. જોકે EDએ આ જામીનનો વિરોધ કરવા માટે 48 કલાકનો સમય માંગ્યો હતો. જેના પર કોર્ટે કહ્યું હતું, કે દલીલો આવતીકાલે ડ્યુટી જજની સામે પણ કરી શકાય છે. નોંધનીય છે કે ગુરુવારે મોડી સાંજે આ આદેશ આવ્યો હોવાથી કેજરીવાલ શુક્રવારે તિહાડ જેલમાંથી બહાર આવી શકે છે.
Reporter: News Plus