News Portal...

Breaking News :

ભાજપના કાર્યકર સચીન ગાંધીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

2025-04-29 10:11:38
ભાજપના કાર્યકર સચીન ગાંધીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ


ભાજપના રાજમાં ભાજપના કાર્યકર્તાઓ છકી ગયા છે તેના અનેક ઉદાહરણો બહાર આવે છે અને આવા કાર્યકરો સામે પગલાં પણ લેવાતા નથી. 


શહેર ભાજપના એક કાર્યકર દ્વારા દાદાગીરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે જેણે ભારે ઉત્તેજના જગાવી છે. આ વાયરલ થયેલો વીડિયો ભાજપના કાર્યકર સચીન ગાંધીનો હોવાનું મનાઇ રહ્યું છે. તેના સમર્થકોએ બર્થ ડે વિશ કરવા માટે જે વીડિયો વાયરલ કર્યો છે તેમાં સચીન ગાંધી હાથમાં લાકડી લઇને સ્લો મોશનમાં જતો જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં ગીત પણ વાગે છે. સ્લો મોશમાં સચીન ગાંધી હાથમાં લાકડી ઉછાળતો જાણે કે ગુંડાગીરી કરવા જતો હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ભાજપનું રાજ હોવાથી ભાજપના કાર્યકર સચીન ગાંધીને પોલીસનો પણ જાણે કે કોઇ ડર ના હોય તેમ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. 


જન્મદિવસે તલવારથી કેક કાપવા સહિતના અનેક વીડિયો જ્યારે વાયરલ થાય છે ત્યારે પોલીસ હરકતમાં આવે છે અને આવુ કૃત્ય કરનારાઓની અટકાયત કરી ગુનો નોંધે છે પણ સચીન ગાંધી ભાજપનો કાર્યકર છે અને જાણે ગુંડાગીરી કરવા કે ધમકી આપવા માટે લાકડી હાથમાં ઉછાળતો જતો હોય તેવો વીડિયો પણ હોવા છતાં પોલીસે હજું સુધી સચીન ગાંધી સામે કાર્યવાહી કરી નથી. આમ તો નબળાઓ પર કાયદાનું શસ્ત્ર ઉગામવા સદાય તત્પર રહેતી વડોદરા પોલીસ હવે ભાજપના કાર્યકર સચીન ગાંધી સામે કડક કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહે છે.

Reporter: admin

Related Post