News Portal...

Breaking News :

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 130 મીટર લાંબા સ્ટીલબ્રિજનું નિર્માણ

2024-06-27 10:02:49
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 130 મીટર લાંબા સ્ટીલબ્રિજનું નિર્માણ


વડોદરા : શહેર નજીક અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દિલ્હી-મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર 24 કલાકમાં 130 મીટર લાંબા 'મેક ઈન ઈન્ડિયા' સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું નિર્માણ NHSRCL દ્વારા 23મી જૂને પૂર્ણ કરવામાં આવ્યું છે. 


સ્ટીલ બ્રિજની  વિશેષતા રોડ ટ્રાફિકમાં ખલેલ પહોંચાડ્યા વિના આ સ્ટીલ બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. 18 મીટર ઊંચો અને 14.9 મીટર પહોળો 3000 મેટ્રિક ટનનો સ્ટીલ બ્રિજને મહારાષ્ટ્રના વર્ધા સ્થિત વર્કશોપમાં તૈયાર કરવામાં હતો. તેના ઈન્સ્ટોલેશન માટે ટ્રેલર પર સાઈટ પર લઈ જવામાં આવ્યો હતો. આ સ્ટીલ બ્રિજના બાંધકામમાં સી5 સિસ્ટમ પેઇન્ટિંગ અને મેટલ ગોળાકાર બેરિંગ્સ સાથે લગભગ 124,246 ટોર-શીયર ટાઇપ હાઈ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે 100 વર્ષના જીવનકાળ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.


બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલ બ્રિજમાંથી આ ત્રીજો સ્ટીલ બ્રિજ છે.  સુરતમાં નેશનલ હાઈવે 53 પર અને નડિયાદ નજીક રેલવેની વડોદરા- અમદાવાદ મુખ્ય લાઇન પર તૈયાર કરવામાં આવ્યો હતો. દેશમાં 100થી 160 કિ.મી. 1000થી 1500 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી ભારે માલવાહક અને હાઇ સ્પીડ ટ્રેનો માટે સ્ટીલ બ્રિજ બનાવવાની કુશળતા છે. હવે સ્ટીલ ગર્ડર્સના ઉત્પાદનમાં સમાન કુશળતા MAHSR કોરિડોરમાં પણ લાગુ કરવામાં આવશે, જેમાં 320 કિ.મી.નો સમાવેશ થાય છે.

Reporter: News Plus

Related Post