સુરત: શહેરમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખ્સે ટ્રેન પલટાવવાનો ષડયંત્ર કરતાં હોબાળો મચી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે, અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જોકે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય એ પહેલાં અધિકારીઓએ તરત જ નિર્ણય લઈને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા હતા. બીજી તરફ નવા ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી.બનાવની વિગતો જોઈએ તો, સુરતમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું. કીમમાં રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવી હતી.
કોઈ અજાણ્યા શખ્સે ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી. ત્યારે ઘટના અંગેની જાણ થતાં જ અધિકારીઓએ તરત જ નિર્ણય લઈને ટ્રેનની અવરજવર રોકી દીધી હતી. જેને પગલે મોટી હોનારત ટળી હતી. ત્યારે આવી જ ઘટના ફરી સુરતમાં બની છે ત્યારે આ ઘટનાને પગલે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
Reporter: admin