વડોદરા : વડાપ્રધાન મોદીને રજૂઆત કરવા જતાં કોંગ્રેસ નેતા, પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત તથા પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવત તેમના નિવાસ સ્થાનેથી કોંગ્રેસ અગ્રણી અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા, દુષ્યંત રાજપુરોહિત, હાર્દિક અમોદિયા, તરુણ ઠક્કર, નબી પઠાણ, દિનેશ લિંબાચિયા, હસમુખ પરમાર, આઝમખાન પઠાણ, સંતોષ મિશ્રા, ઇસ્માઇલ ચાચા, ગુપ્તાજી, ઘનશ્યામ પટેલની અટકાયત કરી હતી.
જ્યારે અન્ય નેતાઓના મકાનો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરાતાં અમી રાવતે ભયાનક પુરમાં થયેલી તારાજીમાં રાહત પેકેજ અને પુર રોકવા ભવિષ્યના આયોજન અને ભાજપના નિસ્ફળ વહીવટ સામે આક્રોશ વ્યકત કર્યો હતો. વડાપ્રધાન મોદી શરમ કરો, આપ સાદાઇથી કાર્યક્રમ કે ઉદઘાટન નથી કરી શક્તા. નાણાંનો વેડફાટ કેમ? લોકોના ઘરમાં બે-બે વખત પુર અને મોઘવારીથી ઘરમાં ચૂલો સળગાવવાના સાંસા છે.
ત્યારે આખા શહેરમાં બિનજરૂરી લાઇટો લગાવો છો. આપે સાંધહાઈ બનાવવાની વાત કરી ભ્રષ્ટાચાર કરી પુરનગરી બનાવી. ખાડોદરા બનાવ્યું. વડાપ્રધાન બન્યા પછી વડોદરા તરફ જોયું પણ નથી. પ્રજા સાથે વિશ્વાસ ઘાત કર્યો છે.
Reporter: admin