News Portal...

Breaking News :

કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં આપત્તિ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

2025-05-17 17:23:49
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં આપત્તિ નિવારણ સમિતિની બેઠક યોજાઇ


આગામી વર્ષાઋતુ માટે વડોદરા જિલ્લામાં પૂર્વ તૈયારીના હેતુથી કલેકટર ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં આપત્તિ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ચોમાસના પૂર્વાનુમાન અનુસાર આગામી તા. ૧ જૂનથી જિલ્લાના તમામ તાલુકા મથકોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. 



વડોદરા જિલ્લાની વિવિધ ભૌગોલિક અને ઔદ્યોગિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને, ચોમાસાની શક્ય ગંભીર પરિસ્થિતિઓને જોતા પૂર્વ તૈયારીના પગલાં ગોઠવવામાં આવ્યા છે. જિલ્લા ક્ષેત્રફળ 7550 ચો. કિમી અને ખેતીક્ષેત્ર 2.5 લાખ હેકટર કરતાં વધુ છે. અહીં વિશ્વામિત્રી, મહી, નર્મદા અને ઢાઢર જેવી નદીઓમાં આવતા પૂરથી જાનમાલને નુકસાન પહોંચે છે. વર્ષ ૨૦૨૪ દરમિયાન જિલ્લામા સરેરાશ ૧૧૮૦ મીમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા દસ વર્ષના સરેરાશ કરતા ૧૩૬.૭૭ ટકા વધુ હતો. કેટલાક તાલુકાઓમાં તો ૧૯૦ ટકા જેટલો વરસાદ નોંધાયો. આ આંકડાને આધારે જિલ્લા પ્રશાસન દ્વારા ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને દરેક તાલુકામાં લાયઝન અધિકારીઓની નિમણૂંક કરી છે. આ અધિકારીઓ દ્વારા આપત્તિની પરિસ્થિતિમાં તાત્કાલિક સંકલનનું કાર્ય સંભાળવાનું રહેશે.બેઠકમાં કલેક્ટર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં ત્રણ માસનો અનાજ પુરવઠો આપવાનો, પૂલો ઉપર પાણીનું લેવલ દર્શાવતા બોર્ડ, ખુલ્લા ખાડાઓ બંધ કરવાનો, રેઇનગેજ મિટર મૂકવા, તળાવો અને નદીઓની સફાઈ, ગટર લાઇન અને ડ્રેનેજ વ્યવસ્થાની સમીક્ષા, અને અન્ય આવશ્યક સાધનો જેમ કે એમ્બ્યુલન્સ, ક્રેન, ડમ્પર વગેરેના વ્યવસ્થિત રેકોર્ડનો સમાવેશ થાય છે.


જિલ્લાના તમામ તાલુકાઓમાં 1 જૂનથી રાઉન્ડ ધક્લોક કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે. જિલ્લા નાયબ વિકાસ અધિકારી તેમજ મામલતદારઓ જવાબદારી સંભાળશે અને આ કંટ્રોલ રૂમ સતત વરસાદની માહિતી એકત્ર કરશે અને આપત્તિના સમયમાં સંકલન કરશે. એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. અને એરફોર્સની ટીમો સાથે ફાયર વિભાગની ટીમો પણ સક્રિય છે. તત્કાળ પ્રતિસાદ માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.ખાસ કરીને ખુલ્લા બોરવેલ અને કૂવા સહિતના જોખમી સ્થળોએ તકેદારી રાખવા અને બાળકો માટે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના દરેક સ્તરે નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની રહેશે.વડોદરા જિલ્લા વહીવટ તંત્ર ચોમાસા દરમ્યાન પૂર ટ્રાફિક અવરોધ જેવી પરિસ્થિતિઓને નિવારવા માટે તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા,જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેકટર બી.એસ. પટેલ,પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Reporter: admin

Related Post