ભાજપના કાર્યકરો દ્વારા પાલડીમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય (રાજીવ ગાંધી ભવન) પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો સાથે થયેલા પથ્થરમારાની ઘટનાને લઇને આજે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ અને પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી છે, આ સમગ્ર ઘટનામાં પોલીસની બેવડી નિતિ જોવા મળી છે. શક્તિસિંહ ગોહીલે કહ્યું હતું ભાજપે કોંગ્રેસ કાર્યાલાય સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારા હોર્ડિંગ્સ અને પોસ્ટરો પર કૂચડા માર્યા હતા. કોંગ્રેસ કાર્યાલય પર હાજર ચોકીદારની ગર્ભવતી દિકરી પર હુમલો કરવામાં આવ્યો હતો. વહેલી સવારે ભાજપના ગુંડાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલાય પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં સાંજે 4 વાગે ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલાય પર પથ્થરમારો કરવા માટે ભેગા થવા માટેના મેસેજ વાયરલ કર્યા હતા.
આ મેસેજમાં કોંગ્રેસ વિરૂદ્ધ દેખાવો નહી, પરંતુ પથ્થરબાજી કરવાની હોવાનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપ અને પોલીસ પર આક્ષેપ કર્યા છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી છે, આ સમગ્ર ઘટનામાં પોલીસની બેવડી નિતિ જોવા મળી છે. શક્તિસિંહ ગોહીલે કહ્યું હતું ભાજપે કોંગ્રેસ કાર્યાલાય સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. અમારા હોર્ડિંગ્સ અને પોસ્ટરો પર કૂચડા માર્યા હતા. કાર્યાલય પર હાજર ચોકીદારની ગર્ભવતી દિકરી પર હુમલો કરવામાં આવ્યો હતો.
Reporter: News Plus