વડોદરા : શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી નારાયણ જવેલર્સની મિલ્કતને લઈને કુટુંબીજનો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને હરિશ અંબાલાલ ચોક્સી અને તેમના વારસદારો દ્વારા બદનામ કરવાનો ખોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વર્ષ ૨૦૧૯માં ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અંગે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમઅંબાલાલ ચોક્સી પરિવાર તરફથી રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયુ હતુ.અશ્વિન અંબાલાલ ચોક્સીએ જણાવ્યુ હતુ કે, ન્યાયાલયમાં અમારા તરફેણમાં નિર્ણય આવવા છતાં હરિશ ચોક્સી અને તેમના વારસદારો દ્વારા પોલીસ સાથેની મીલીભગતથી અમારા પરિવાર પર ખોટા કેસ દાખલ કરીને અમને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ થઈ રહ્યાં છે.

સામાવાળા દ્વારા માત્ર ૧૪.૫૭ સ્કવેયર ફૂટને લઈને અમારી સામે એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. મિલ્કતની હકિકતો કોર્ટના ધ્યાને લાવવામાં આવતાં સેશન્સ કોર્ટ દ્વારા અશ્વિન ચોક્સી તેમજ તેમના પરિવારના પાંચ સભ્યોની આગોતરા જામીન વડોદરાની સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. અલબત્ત ગુજરાત હાઈકોર્ટ દ્વારા નો કર્સિવ એકશનનો હુકમ આપવામાં આવ્યો છે. અશ્વિનભાઈ ચોકસીના સમર્થનમાં તેમના સમાજના અગ્રણીઓ કોન્ફરન્સમાં ઉપસ્થીત રહ્યાં હતા.


Reporter: admin