News Portal...

Breaking News :

અરુણાચલ પ્રદેશની સરહદની નજીક ચીન એક વિશાળ ડેમ બનાવી રહ્યું છે!

2024-07-21 11:15:54
અરુણાચલ પ્રદેશની સરહદની નજીક ચીન એક વિશાળ ડેમ બનાવી રહ્યું છે!


ઇટાનગર: ભારતની સરહદોએ ચીનની અવળચંડાઇ યથાવત છે, અરુણાચલ પ્રદેશની સરહદની નજીક ચીન એક વિશાળ ડેમ બનાવી રહ્યું છે, જેને લઇને ખુદ ભાજપના જ એક ધારાસભ્ય નિનોંગ ઇરિંગ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી


તેમણે કહ્યું હતું કે ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા આ વિશાળ ડેમને કારણે અરુણાચલ પ્રદેશમાં પૂર આવવાનો ખતરો છે, માટે આ ડેમનું બાંધકામ તાત્કાલીક અટકાવવું જોઇએ અને ચીન સમક્ષ ભારતે આ મામલો ઉઠાવવો જોઇએ. ચીન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક મેડોગમાં યરલુંગ ત્સાંગપો નદી પર ૬૦ હજાર મેગાવોટ વિદ્યુત ઉત્પાદન ક્ષમતાવાળો આ વિશાળ ડેમ બનાવી રહ્યું છે. 


ત્સાંગપો નદીને અરુણાચલ પ્રદેશમાં સિયાંગ અને આસામમાં બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખવામાં આવે છે. આ નદીનો મુખ્ય પ્રવાહ બંગાળની ખાડીમાં ભળે તે પહેલા બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે અને તેને જમુના તરીકે પણ ઓળખવામાં આવે છે. એવામાં જો ચીન દ્વારા આ ડેમ બનાવવામાં આવે તો તેની અસર ભારતના અનેક વિસ્તારોમાં થઇ શકે છે અને પુરની સ્થિતિ પેદા થાય તો ભારે નુકસાનની પણ ભીતિ છે.

Reporter: admin

Related Post